Abtak Media Google News

‘મારા ઢોર તારી જ વાડીમાં ચરાવવા છે’ કહી ચાર શખ્સો કુહાડી અને લાકડી વડે તૂટી પડ્યા

લાઠી તાલુકાના ચાવંડ ગામમાં વાડીમાં ઢોર ચરાવવા બાબતે ખેડૂત પર ખૂની હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં ચાર શખ્સોએ ’અમારા ઢોર તારી જ વાડીમાં ચડાવવા છે, થાય તે કરી લેજે’ કહી કુહાડી અને લાકડી વડે તૂટી પડ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચાવંડ ગામમાં રહેતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા ગોરખભાઈ હાદાભાઈ ડેર નામના 30 વર્ષના ખેડૂત પર તેના જ ગામના લાલો વિહા બાંભવા, રણછોડ હીરા ભૂવા, લાલો હીરા ભૂવા અને કરશન હીરા ભૂવા નામના શખ્સોએ કુહાડી અને લાકડી વડે ખૂની હુમલો કરતા યુવાનને પહેલા લાઠી અને ત્યાર બાદ અવધિ સારવાર માટે અમરેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે જાણ થતાં લાઠી પોલીસ મથકના પીએસઆઈ એચ.જે. બરવાડિયા સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

જ્યાં પોલીસ ફરિયાદમાં ગોરખભાઇ ડેરએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા આરોપી ફરિયાદીની વાડીમાં ઢોર ચરાવતા હતા. જે બાબતે ફરિયાદીના ભાઈએ ઢોર બહાર તગડી કાઢ્યા હતા. જેનો ખાર રાખી ગઇ કાલે યુવાન પર ચાર શખ્સો કુહાડી અને લાકડી વડે તૂટી પડતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.