Abtak Media Google News

૧૯૭૧માં જે સ્થળે યોગીજી મહારાજની અંતિમ સંસ્કાર વિધિ થઇ તે યોગી સ્મૃતિ મંદીરનું પણ ઉદ્ધાટન કરાયું

સંગીતની સૂરાવલીઓ અને ભગવાનના નાદથી આકાશ ગુંજી ઉઠયું: સ્વયંસેવકો અને ભાવિકોનું મહેરામણ ઉમટયું

છેલ્લા ૧૫૦ વર્ષોથી અગણિત ભકતોના મનોરથ પૂર્ણ કરનારી મહાચમત્કારી અક્ષરદેરીના નવીનીકરણ બાદ આજે સૌ ભકતોને નવલા દર્શન પ્રાપ્ત થવાના હતા. વહેલી સવારથી જ અક્ષર મંદીરના પ્રાંગણમાં ચોતરફ ભાવિકો ભકતો ઉમટી પડયા હતા. સંગીતની સૂરાવલીઓ અને ભગવાનના દિવ્ય નામ- સ્મરણણો દિવ્ય ઘ્વનિ સર્વત્ર ગુંજી રહ્યો હતો. સંતો- સ્વયંસેવકો અને હરિભકત ભાઇ-બહેનોમાં અનેરો ઉત્સાહ અને ભકિતભાવ જોવા મળતો હતો.

બરાબર ૮ કલાકે અક્ષરદેરી ખાતે પુજનવિધિનો મંગલ પ્રારંભ શરુ થયો. બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદગુરુ સંતો અક્ષર દેરી ખાતે વેદોકત વિધિપૂર્વકમાં સામેલ થયા. ત્યારબાદ પ્રગટ ગુરુહરિ પરમ પૂજય મહંત સ્વામી મહારાજ પણ આ મંગલ વિધિમાં જોડાયા. સૌ પ્રથમ તેઓએ અક્ષરદેરીના પ્રવેશદ્વારનું પુજન કરીને અક્ષરદેરીમાં વિધિવત પ્રવેશ કર્યો. અક્ષરદેરીમાં મહાપૂજા દ્વારા  જે અનેક ભકતોના સંકલ્પો સિઘ્ધ થતા રહ્યા છે તે પવિત્ર મહાપૂજાનું પૂજય મહંત સ્વામી મહારાજે પૂજન કર્યુ.

ત્યારબાદ તેઓએ અક્ષરદેરીનું પૂજન કર્યુ. આજના મંગલ પર્વે સૌના કુશળક્ષેમની પ્રાર્થના સાથે અક્ષરદેરીની પ્રદક્ષિણા કરી. અક્ષરદેરીમાં બિરાજમાન અક્ષરપુ‚ષોમ મહારાજ અને ગુણાતીતામંદ સ્વામી તથા સમસ્ત ગુરુપંરપરાની સ્તુતી અને પ્રાર્થના કરી. ઠાકોરજીની આરતી ઉતાર્યા બાદ તેઓએ મંત્રપુષ્પાજલી કરી. સંપૂર્ણ વેદોકતવિધિ સંપન્ન થયા બાદ તેઓએ અક્ષરદેરીના નવિનીકરણમાં સહયોગ અને સેવા આપનાર નિષ્ણાંત સંતો અને સ્વયંસેવકોને આશીર્વાદરુપ ચાંદલો કરી નાડાછડી બાંધી આશિષ આપ્યા

ગોંડલમાં સને ૧૯૭૧માં જે પવિત્ર સ્થળે બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજની અંતિમ સંસ્કાર વિધી થઇ હતી તે સ્થાને તેઓની સ્મૃતિમાં ભારતીય શિલ્પ-સ્થાપત્ય શૈલીના અનુપમ ઉદાહરણ સમું ભવ્ય અને સુંદર કલાત્મક મંદીરની ગઇકાલે ઉદધાટન વિધી હતી. બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતોએ મંદીરની પ્રદક્ષિણા કરી હતી. સેંકડો સંતો અને હજારો હરિભકતોના સમુહને સમાવતી આ નગરયાત્રામાં કૂચ કરી રહેલા બાળકો અને બેન્ડવાદન કરી રહેલા યુવકો મોખરે રહ્યા હતા.

આ અક્ષરપુ‚ષોતમ દર્શન વિદ્વાનોની   ઉપરાંત સભા પણ યોજાઇ હતી.અક્ષર મંદીરના સમગ્ર પરિસરની શોભા જ કંઇક અનેરી હતી. ઠેર ઠેર વિશાળ એલઇડી સ્ક્રીન પર સમગ્ર પ્રાણપ્રતિષ્ઠા વિધિનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉ૫સ્થિતિમાં ૭૫૦ થી વધુ સંતો અને સેંકડો યજમાનો- દાતાઓ તથા હજારો હરિભકત ભાઇ-બહેનો આ વિધિમાં સામેલ થયા હતા.

વેદપાઠી વિદ્વાનો દ્વારા દિવ્ય મંત્રોચ્ચાર અને ભગવાનના નામ-સ્મરણ સાથે વૈદિક પરઁપરા મુજબ મૂર્તિપ્રતિષ્ઠાવિધિ કરવામાં આવી હતી. નૂતન મંદીરમાં અક્ષરપુ‚ષોતમ મહારાજ તથા બ્રહ્મસ્વરુપ યોગીજી મહારાજના દિવ્ય સ્વરુપે મૂર્તિરુપે વિરાજમાન થયા ત્યારે ત્યાં ઉ૫સ્થિત હજારો હરીભકતો રોમાંચિત થઇ ઉઠયા હતા.

ત્યારબાદ યોજાયેલી સત્સંગ સભામાં વરિષ્ઠ સંતોના વકતવ્ય બાદ મંદીર નિર્માણમાં  સહયોગ આપનાર ભકતોને સન્માનીત કરવામાં આવ્યા હતા. પોતાના આશીર્વચન દરમ્યાન ગુરુહરી પૂ. મહંતસ્વામી મહારાજે સૌને તને, મને, અને ધને સુખી થવાના રુડા આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે યોગીજી મહારાજના આ સ્મૃતિ મંદીરના દર્શનથી સૌને શાંતિ થશે. યોગીજી મહારાજ હંમેશા કહેતા કે ભગવાન સૌનું ભલુ કરાે, એ એમની જીવનભાવના હતી.

યોગીજી મહારાજના એ સંકલ્પે સૌમાં ભકિત ભાવના વધે, નીતિ નિયમનું પાલન થાય અને સૌનો ઉત્કર્ષ થાય એવી પ્રાર્થના, આમ જેસલમેરના પથ્થરોમાં કંડારાયેલા નાજુક નકશીકામથી ઓપતા ભવ્ય અને કલાત્મક યોગીસ્મૃતિ મંદીરનું આજે ભવ્ય લોકાર્પણ સંપન્ન થયું હતું. આજે સમગ્ર દિવસ દરમ્યાન આ નૂતન મંદીરના દર્શને ભકતોનો પ્રવાહ  સતત વહેતો રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.