Abtak Media Google News

મહાપ્રબંધક આલોક કંસલ દ્વારા અભિયાનની શરૂઆત: ૧૮૨૫૬ પ્રતિ ભાગીઓનું ૭૩,૭૮૨ કીમીનું વોકિંગ-રનિંગ

ભાતીય રેલવેની પહેલ પર પશ્ચિમ રેલવે દ્વારા ફિટ ઇન્ડિયા ફીડમ રન અભિયાનની શરુઆત કરવામાં આવી છે. ભારત સરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલયના નિર્દેશનમાં શરુ કરેલ આ અભિયાનને આખી ભારતીય રેલવે પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વતંત્રતા દિને શરુ કરેલ આ અભિયાનને મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જયંતિ ઉપલક્ષ્યમાં ર ઓકટોબર ૨૦૨૦ સુધી ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવે પર આ અભિયાનને પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક આલોક કંસલ દ્વારા શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાનનું નેતૃત્વ કરતાં મહાપ્રબંધકે પોતાના નિવાસસ્થાન  અલ્ટામાઉન્ટ રોડથી ચર્તી રોડ સ્ટેશન સામે ગીરગાંગ ચોપાટી સુધી પ કી.મી. પદ યાત્રા કરી આ ફીટનેશ પહેલની શરુઆત કરી.

Advertisement

અનુસાર મહાપ્રબંધકે બધા રેલકર્મીઓ તથા તેમના પરિવારના સભ્યો સાથે આ અવસર પર ખુલ્લા દિલથી અપીલ કરી હતી.

ઠાકુર સુચિત કર્યુ હતું કે કોરોના મહામારી સામે લડવા માટે અપાયેલ સોશ્યલ ડિસ્ટન્સીંગના માપદંડોને ઘ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વિભિન્ન સ્થાનો પર ફિડ ઇન્ડિયા રનનું આયોજન કરવાં આવી રહ્યું છે. સમસ્ત છ મંડળો અને કારખાનાઓના રેલ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો દ્વારા આ અભિયાનમાં ભાગ લેવાઇ રહ્યો છે. પશ્ચિમ રેલવે ખેલકુદ સંઘના પદાધિકારીઓ સાથે જ પશ્ર્ચિમ રેલવેના પ્રમુખ ખેલાડીઓ જેવા કે સેબાસ્ટિયન જેવીયર કોલમ્પિક એવ અજુર્ન પુરસ્કાર પ્રાપ્ત-તરણ પપ્પુ યાદવ (ઓલમ્પિક એવ અર્જુન પુરસ્કાર પ્રાપ્ત કુસ્તી) તિગોલિય ચાન (અર્જુન પુરસ્કાર પ્રાપ્ત-ટ્રોફી) દીપ ગ્રેસ એકકા, લીલીમા મીંજ, નમિતા ટોપ્પો, નવીનત કોૈર, પુનમ રાઉત, પી. સુરેશ, નિલકાંત શર્મા અને અન્ય કેટલાક આંતર રાષ્ટ્રીય એવ રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓને રેલ કર્મીઓ અને તેમના પરિવારજનોને પ્રોત્સાહિત કરવા માટે ફીટ ઇન્ડિયા રનમા ભાગ લીધો હતો. અત્યાર સુધી પશ્ર્ચિમ રેલવેના ૧૮૨૫૬ પ્રતિભાગીઓએ અધિકારીઓ, ખેલાડીઓ: કર્મચારીઓ અને તેમના પરિવારજનો સહીત કુલ મળીને ૭૩૭૮૨ કિલોમીટરની વોકિંગ અથવા રનીંગ કરી છે. ઠાકુરે જણાવ્યું હતું કે અમે મોટી સંખ્યામાં રેલ કર્મીઓને આ પહેલ સાથે જોડવાના તથા સ્વસ્થ જીવનચર્યા અપનાવવાના હેતુ માટે પ્રોત્સાહીત કરતા રહીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.