Abtak Media Google News

રેલવે મુસાફરોને સ્ટેશન ભવન, બુકિંગ કાર્યાલય, વોટર ફાઉન્ટેન, દિવ્યાંગો માટે ટિકટ વિન્ડો તથા ટોયલેટ બ્લોકની સુવિધાઓનું ઓનલાઈન ઉદઘાટન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાઓ માટે વિવિધ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. તેવી જ રીતે રાજકોટ મંડળ પર પણ મુસાફરોની સુવિધાઓ સંબંધીત વિવિધ કાર્યો પ્રગતિ તરફ છે. જેમાં લખતર, દિગસર, તથા ચમારજ સ્ટેશનોમાં મુસાફરોની સુવિધાઓનું ઉદઘાટન વીડિયો લિંકના માધ્યમથી સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા દ્વારા કરવામાં આવ્યું હતુ.

રાજકોટ રેલ મંડળ પ્રબંધક પરમેશ્ર્વર ફૂંકવાલે આ તકે જણાવ્યું હતુ કે લખતર સ્ટેશન પર ૨૪ કોરોના આયોજન સંદર્ભે પ્લેટફોર્મ નં.૧ અને ૨ નું નિર્માણ કરાયું છે.જેનો આશરે ૩૦ લાખ રૂ. જેટલો ખર્ચ થયો છે. દિગસર પર નવનિર્મિત હાઈ લેવલ પ્લેટફોર્મ નં.૨ તથા નવનિર્મિત પ્લેટફોર્મ નં.૧ કવર શેડ સાથે, નવનિર્મિત સ્ટેશન ભવન, બુકિંગ કાર્યાલય, વોટર ફાઉન્ટેન, દિવ્યાંગો માટે ટિકીટ વિન્ડો તથા ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે.

Pic 1

જેનો ખર્ચ અંદાજે ૧ કરોડ ૬૦ લાખ રૂ. જેટલો છે આ દરેક નિર્માણ કાર્યોનો કુલ ખર્ચ આશરે ૬ કરોડ છે. આ સંદર્ભે સુરેન્દ્રનગરથી સાંસદ ડો. મુંજપરાએ પ્રસન્નતા સાથે પશ્ર્ચિમ રેલવેનો આભાર માન્યો હતો. તથા કહ્યું હતુ કે આ નિર્માણ કાર્યોથી મુસાફરોને ઉતમ સુવિધા મળી શકશે. કાર્યક્રમના અંતમાં અભિનવ જેફે આભાર વ્યકત કર્યો હતો.

આ તકે રાજકોટ મંડળના વિવિધ વિભાગોનાં વરિષ્ઠ અધિકારી પણ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.