Abtak Media Google News

અબતકની મુલાકાતમાં 14મી ફેબ્રુ.એ રાષ્ટ્રપ્રેમનું જનમત બનાવવાના આયોજનની રૂપરેખા આપતા આયોજકો

ભારતની પ્રાચીન સંસ્કૃતી ધરોહર અસ્મીતા દુનિયામાં વંદનીય છે ત્યારે ભારતના નાગરીકો અને ખાસ કરીને યુવાધનને પાશ્ર્ચીમી સંસ્કૃતીનું અનુકરણ કરવાને બદલે ભારતમાતાને પ્રેમ કરવા માટે ઉજાગર કરવાની જરૂર છે.

ઈન્ડીયન લાયન્સ રાજકોટ દ્વારા  14મી ફેબ્રુઆરીએ એક નવતર પ્રકારના કાર્યક્રમ રૂપી પહેલ કરી રાષ્ટ્રપ્રેમના એક આગવા અભીયાન શરૂકરવા કવાયત હાથ ધરી છે.

અબતકની મુલાકાતે આવેલ વિનુભાઈ પટેલ, આશાબેન ભટ્ટી, હસુભાઈગણાત્રા, પરેશભાઈખોખર, જગદીશભાઈ ગજજર, અભલભાઈ ગરૈયા, મયુરભાઈ પાટડીયા, પ્રશાંતભાઈ લાઠીગરા, સહિતના આગેવાનોએ કાર્યક્રમની વિતો આપતા જણાવેલ કે   ઇન્ડિયન લાયન્સ અને નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા કિશાનપરા ચોક , રાજકોટ ખાતે 14 મી ફેબ્રુઆરીએ પ્રથમ પ્રેમ , રાષ્ટ્ર પ્રેમ ” ની અભિવ્યકિત માટે આયોજન કરવામાં આવેલ છે.

કિશાનપરા ચોક , રાજકોટ ખાતે 14 મી ફેબ્રુઆરીએ સવારે શાળાના વિધાર્થીઓ પોતાનો પ્રથમ પ્રેમ , રાષ્ટ્ર પ્રેમ અભિવ્યકત કરવા એકત્રીત થશે . દરેક વિધાર્થીઓ દેશ પ્રત્યેની પોતાની લાગણીઓ (ફીલીંગ્સ ) બેનરમાં લખીને વ્યકત કરશે.

બપોરે 3-30 કલાકે કિશાનપરા ચોક ખાતેથી નીકળનાર ભારતમાતાની યાત્રામાં રાષ્ટ્ર સમર્પિત લોકો જોડાશે અને સાંજે 6-30 કલાકે જાહેર જનતા રાષ્ટ્ર પ્રત્યે પોતાનો પ્રેમ અભિવ્યકત કરી શકે તે માટે ભારતમાતાનું પુજન તથા ભારતમાતાની મહાઆરતીમાં જોડાશે તેમજ દેશ પ્રત્યેની પોતાની લાગણીઓ ( ફીલીગ્સ ) બેનરમાં લખીને વ્યકત કરશે.

ઇન્ડિયન લાયન્સ સ્વદેશી અને રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સમર્પિત અને નિ:સ્વાર્થ બની સમાજકાર્ય માટે તત્પરતા ધરાવનારની ક્ષમતા , રૂચિ અને કાર્ય – પધ્ધતિ મુજબ મંચ / પ્લેટફોર્મ આપે છે.  નેશન ફર્સ્ટ ફાઉન્ડેશન પ્રખર રાષ્ટ્રવાદીઓનો સમુહ – મંચ છે . રાષ્ટ્રનો વિકાસ , રાષ્ટ્રનું ઉત્થાન , રાષ્ટ્રના સ્વાભિમાનનો આધાર જે તે રાષ્ટ્રના રાષ્ટ્ર સમર્પિત નાગરીકો ઉપર છે . આમ , લોકોના હૃદયમાં પડેલ રાષ્ટ્રવાદ કરી ઉજાગર કરવા સતત કાર્યરત છે.

રાષ્ટ્રપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં સહ – પરીવાર પધારવા જાહેર આમંત્રણ છે.

પ્રથમ પ્રેમ , રાષ્ટ્ર પ્રેમ –  ભારતમાતા કાર્યક્રમની રાફળતા બનાવવા માટે   એભલભાઈ ગરૈયા , કૌશિકભાઈ ટાંક , વનરાજભાઈ ગરૈયા , પ્રશાંતભાઈ લાઠીચા , જીજ્ઞેશભાઈ રામાવત , મયુરભાઈ પાટડીયા , પરેશભાઈ ખોખર , જયેશભાઈ જાની , જોહરભાઈ કપાસી , હસમુખભાઈ કાચા , સુરેશભાઈ કટારીયા , વિપુલભાઈ પારેખ, હુસેનભાઈ બદાણી , હસુભાઈ ગણાત્રા , અક્ષયભાઈ અજાગીયા , જાગૃતભાઈ ઝીંઝુવાડીયા , રવિભાઈ આહીર , જગદીશભાઈ મિસ્ત્રી , પ્રાગજીભાઈ ગડારા , વજુભાઈ સોલંકી , ધ્રુવભાઈ કુંડેલ , રાજેશભાઈ સોલંકી , દેવેનભાઈ સોની , જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય , જયેશભાઈ ચાવડા નિરવભાઈ સોલંકી , જરાભાઈ રાઠોડ , હરેશભાઈ રાઠોડ, ચિરાગભાઈ ખોખર , કીર્તિબેન કવૈયા , મીનલબેન પરમાર , રીટાબેન ચૌહાણ , આશાબેન ભટટી , ઉષાબેન પરસાણા , ડો . જયોતીબેન હાથી , ડો . ગીરા તેનુ માંકડ , ડો . હરેશભાઈ ભાડેસીયા વિગેરે જહેમત ઉઠાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.