Abtak Media Google News

કાર્યક્રમમાં મુંબઈના ખ્યાતનામ સ્પીકર પ્રોફેશનની ઉજવળ તકો અંગે આપશે માર્ગદર્શન

આ બિઝનેશ ગ્રુપ વિશ્ર્વસ્તરે પોતાના પાયા નાખી ચુકયું છે તેમજ સમગ્ર ભારત વર્ષમાં તેમજ વિદેશમાં પણ ગેટ ટુ ગેધરનાં અત્યંત સફળ આયોજન બાદ હવે આ સ્થાપક ગ્રુપ દ્વારા આપણા રાજકોટમાં જૈન બિઝનેશમેનોનું ગેટ ટુ ગેધર રહ્યું છે. ત્યારે આપણે તેના સહભાગી બની અને આપણા બિઝનેશને વિશ્ર્વસ્તરે કઈ રીતે માર્કેટીંગ કરી આપણા જૈન ભાઈઓ વચ્ચે વધુમાં વધુ બીઝનેશ કરી શકીએ અને સાથે જૈન લોકો માટે સારામાં સારી નોકરીની ઉજ્જવળ તકો આપીએ અને તે દિશા તરફ ચર્ચા-વિચારણા કરીએ. આવા શુભ આશય સાથે આગામી તા.૩૦ને રવિવારના રોજ સવારે ૯.૦ કલાકે હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સંસ્થાની શ‚આતથી લઈ અત્યાર સુધીની સફળ સફરની વાત,સંસ્થાઓના ઉદ્દેશ અને લક્ષ્યોની જાણકારી, અવિષ્યની કામગીરી અને સિધ્ધીઓની અંગેની ચર્ચા કરશે. ત્યારબાદ રાજકોટની જૈન બિઝનેશ ઈ-ડીરેકટરી ભાગ-૧ લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઈના સુપ્રસિદ્ધ વકતા આપણને બિઝનેશની ઉજ્જવળ તકો વિશે વિસ્તારથી માર્ગદર્શન આપશે. કાર્યક્રમમાં પધારવા રજીસ્ટ્રેશન કરાવવું જ‚રી છે. કાર્યક્રમની ફી ‚ા.૨૫૦ રાખવામાં આવેલ છે. કાર્યક્રમને અંતે સ્વ‚ચી ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ ઈ-ડીરેકટરીમાં આપના બિઝનેશની નોંધણી કરાવવા માટે કોઈ પણ ચાર્જ ચુકવવાનો નથી, ફકત નોંધણી ફોર્મ સાથે આપનું વિઝીટીંગ કાર્ડ અને ફોટો આપવાનો રહેશે. ફોર્મ મેળવી અને પહોંચાડવાનું સ્થળ અમીષ દેશાઈ-તપસ્વી સ્કુલ,જલારામ-૨, યુનિવર્સિટી રોડ, રાજકોટ મો.૯૯૨૫૬ ૨૮૧૮૦ તથા હેમલ કામદાર, શિવકમલ કોમ્પલેક્ષ, આર્યસમાજ સામે, ઢેબર રોડ, રાજકોટ મો.૯૯૨૪૩ ૦૦૯૯૯ ખાતે સંપર્ક કરવો. કાર્યક્રમ સફળતા માટે હર્ષિલ શાહ, રીષી પારેખ, અમીષ મહેતા, રાકેશ શેઠ, ભાવિન શાહ, શ્રેણિક વોરા, નિલેશ કોઠારી જહેમત ઉઠાવી રહ્યાં છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.