Abtak Media Google News

આજના સમયમાં કોઇ સત્યવાદી કે સાચું જ બોલતું હોય તેવું જરુરી નથી. વાતમાં બચવા માટે આપણે ક્યાંકને ક્યાંક જુઠું બોલવાનો સહારો લેતા જ હોય છીએ. જેમ છોકરાઓ પોતાની ખામી છુપાવવામાં જૂઠનો સહારો લેતા હોય છે. કંઇક તેવી જ રીતે છોકરીઓ પણ કેટલીક બાબતોમાં જૂઠું બોલતી હોય છે. ઉપરાંત તે એટલી સહજતાથી જૂઠ બોલતી હોય છે કે સામેવાળા માણસ કે છોકરાને ખબર પણ પડતી નથી કે જે-તે છોકરી તેને ખોટું કહી રહી છે. ખાસ કરીને કોલેજ જતી છોકરીઓમાં આવું વધુ જોવા મળતું હોય છે. આવી વાતો જાણીને તમે પણ ચોંકી જશો.

– તુ દુનિયાનો સૌથી સારો બોયફ્રેન્ડ છે……

કોઇ છોકરો જ્યારે તેની ગર્લફ્રેન્ડને ક્યાંક ફરવા લઇ જાય કે કંઇ ગીફ્ત આપે ત્યારે છોકરી વળતાંમાં છોકરાને ગાલ પર કિસ કરતા એક કહેતી હોય છે કે તુ દુનિયાનો સૌથી સારો બોયફ્રેન્ડ છે, પરંતુ હકિકતમાં તેઓ મનમાંને મનમાં એવુ કહેતી હોય છે શું બકવાસ ગીફ્ટ છે, અંજલીનો બોયફ્રેન્ડ તો અંજલિને અહીં ફરવા લઇ ગયો ને કેવું મસ્ત ગિફ્ટ આપ્યું હતું. આ તો સાવ કંજૂસ છે. જ્યારે તેમને કોઇ વધુ સારો છોકરો મળી જશે ત્યારે તે ત્યાંથી નીકળી જશે.

– મને તારા પૈસાથી કંઇ લેવા-દેવા નથી.

જ્યારે કોઇ છોકરી એવું કહે છે હું તો તને દિલથી ચાહું છું. મને પૈસામાં કંઇ રસ નથી. હું માત્ર તારા દિલમાં રહેવા માગુ છું તો ત્યારે આ માત્ર કહેવા ખાતર જ હોય છે કે તેમને કોઇ અમિર છોકરો મળે, તેની સાથે લગ્ન થાય. જે તેમને મોજ-શોખ કરાવી શકે અને જીંદગી અપાવી શકે.

– હું તો તારી સિવાય બીજા કોઇ વિશે વિચારતી પણ નથી.

જ્યારે છોકરો અને છોકરી ક્યાંક ફરતા હોય અને એવાં ક્યાંકમાં છોકરો સહજતાથી જ છોકરીને એમ પૂછી લે કે શું તુ અન્ય કોઇ છોકરા માટે પણ કાંઇ અનુભવે કે ખાસ લગાવ રાખે છે? એટલે છોકરી તરત આંખોમાં પાણ લાવી ઇમોશનલ બની જાય છે. અને કહે છે કે હું તો તારી સિવાય કોઇ બીજા વિશે વિચારી પણ ન શકું. મને તો માત્ર તું જ ગમે છે. તારી સાથે જ પ્રેમ છે. જ્યારે વાસ્તવમાં એવું કંઇ હોતું નથી. છોકરીઓ એકસાથે ઘણાં છોકરાઓને પસંદર કરતી હોય છે. એટલું જ નહિં, ઘણી વખત છોકરીઓ તેમની સાથે ફરવા માટે પણ જતી હોય છે.

– હું તને ખૂબ પ્રેમ કરું છુ. તારા વગર રહી ન શકું…

છોકરાન પૂછવા પર તેની ગર્લફ્રેન્ડ હંમેશા એવું કહેતી હોય છે કે તે તેમને બહુ પ્રેમ કરે છે. તેમના વગર તે એકક્ષણ પર રહી ન શકે જ્યારે હકિકતમાં તો તે મનમાં એવું જ વિચારતી હોય છે કે જલદી આનાથી પછીો છુટે તો સારુ હવે તો. કોલેજમાં છોકરી સામાન્ય રીતે સારા ઘરનાં, સદ્વર અને થોડાં ઘણાં સ્ટાઇલિશ છોકરાને જ પસંદ કરીત હોય છે કે તેમને બધે મોજ-શોખ કરાવી શકે અને ફરવા લઇ જઇ શકે.

આમ, જો તમે રિલેશનશિપમાં હોય અને આવું કંઇ પૂછવાનું વિચારતા હો તો એ પહેલાં થોડો વિચાર કરી લે જો. આ ઉપરાંત એ પણ જરુરી નથી કે દરેક છોકરી સરખું જ વિચારે………….

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.