શીખો ઊનમાંથી બનતા બટરફ્લાઇઝ

butterfly | woollen |abtakmedia
butterfly | woollen |abtakmedia

ઊનના બટરફ્લાઇઝ બનાવવા માટેની સામગ્રી 
ક્રાફ્ટ સ્ટિકસ સ્ટાન્ડર્ડ સાઈઝ-2 બટરફ્લાય દીઠ
પાઇપ ક્લીનર્સ-1 બટરફ્લાય દીઠ
ઊન એક કરતા વધુ કલરમાં
મણકા- 2 નાના અને 1 મોટો

બનાવવાની રીત

સૌ પ્રથમ ક્રાફ્ટ સ્ટિકને‘X’ આકારમાં મૂકો અને તમારા ફેવરેટ કલરનું ઉન લઈ તેને ગોળ-ગોળ વીંટી લો.

વીંટાળવાનું કામ પતી જાય પછી તેને બીજી દિશામાં ટાઈટ બંધ કરી દો.

ત્યારબાદ સ્ટિક પર ઊનને વીંટી લો અને 8 નંબર પડે તે પ્રમાણે વીંટી લો. ધ્યાન રાખો કે, ઊનને એકદમ ટાઈટ રહે.

પછી બીજા કલરના ઊનને લઈને નીચેથી વીંટી લો.

છેલ્લે જે કલરનું ઊન યુઝ કર્યુ હોય તેની ડબલ ગાંઠ વાળી લો.

આમ, બટરફ્લાયના શરીરનો આકાર બનાવવા માટે તેમાં પાઈપ ક્લીનરને X આકારની વચ્ચેથી નાખો અને ફીટ ગાંઠ બાંધી લો. ત્યારબાદ તેમાં છેલ્લે બે નાના અને એક ટોચ પર મોટો મણકો પરોવો.

છેલ્લે પાઈપ ક્લીનરને વાળી એન્ટીના જેવું બનાવી લો. તો તૈયાર છે ઊનમાંથી બનતા બટરફ્લાઇઝ