Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં આગામી ત્રણ દિવસ સુધી તાઉતે વાવાઝોડાના તાંડવના ભાગરૂપે સમગ્ર સરકારી કર્મચારીઓની રજા મોકૂફ રાખી ફરજ હાજર રહેવા માટે જિલ્લા કલેકટર રૈમ્યા મોહને હુકમ જાહેર કર્યો છે. તો બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓનેપણ હોસ્પિટલોમાં લાઈટના પ્રશ્ને કોઈ મુશ્કેલીઓ ના સર્જાય તે માટે પણ તાકીદ કરવામાં આવ્યા છે.

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 17, 18 અને 19ના રોજ તાઉત વાવાઝોડું ટકરાવાની સંભાવના રહેલી છે. જેથી કુદરતી આપતી સામે લડવા માટે આગોતરા પગલાના ભાગરૂપે જિલ્લામાં આવેલા રાજ્ય સરકારની કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ, આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા મેડિકલ/પેરા મેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, વિજતંત્ર તેમજ તમામ બોર્ડ નિગમ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના કર્મચારીઓ રજા પર હોય તો ફરજ પર હાજર થવા અને આપતીના દિવસોમાં રજા પણ ન જવા બાબતે કલેકટર રૈમ્યા મોહને હુકમ જાહેર કર્યો છે.તો બીજી તરફ વાવાઝોડાની સાથે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને કલેકટર રૈમ્યા મોહને આગમચેતીના પગલાં લઈ પીજીવીસીએલના અધિકારીઓને તાકીદ કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા મુજબ સંભવિત વાવાઝોડું તાઉતેથી સાવચેતીના પગલારૂપે કોવિડ હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર તેમજ ઓક્સિજન બેડ ધરાવતી હોસ્પિટલમાં વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર રૈમ્યા મોહને રાજકોટ શહેર પીજીવીસીએલના 3 કાર્યપાલક ઈજનેર, 19 નાયબ ઈજનેર તથા 80 જેટલા લાઇન સ્ટાફ અવિરતપણે રાજકોટ શહેરની 93 જેટલી કોવિડ હોસ્પિટલમાં સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તે માટે અધિકારીઓ ખડેપગે હોવાનું પણ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.