Abtak Media Google News

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કોર્પોરેટરો-હોદેદારો સાથે બેઠક યોજી: કૃષિમંત્રીએ કાર્યાલયની લીધી મુલાકાત

સમગ્ર સૌરાષ્ટ્રને ભયંકર અસર કરતા ” બિપોરજોઇ ” વાવાઝોડાની અસર રાજકોટમાં પણ થવાની શક્યતા હોઇ ભારે પવન અને ભારે વરસાદના કિસ્સામાં લોકોને મદદરૂપ થવા આગોતરું આયોજન કરવા માટે રાજકોટ 70 વિધાનસભાના તમામ વોર્ડના કોર્પોરેટરો ભાજપ સંગઠનના હોદ્દેદારો વગેરેની એક બેઠક  ધારાસભ્ય  રમેશભાઈ ટીલાળાએ પોતાની ઓફિસમાં બોલાવી હતી અને આગામી આફત વખતે નાનામાં નાની વ્યક્તિને તકલીફ ન પડે તે માટે આગોતરું આયોજન કરવા અને ખાસ કરીને જરૂર પડ્યે ફૂડ પેકેટ સ્થળાંતર તેમજ મકાન છાપરાઓને નુકસાનના કિસ્સામાં નાની મોટી મુશ્કેલી થાય તો તે માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભો કરેલ છે વગેરે વિગતો   ધારાસભ્ય આપેલ હતી.

Advertisement

આજ સમયે રાજ્યના કેબિનેટ મંત્રી  અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ આ વિસ્તારમાંથી પસાર થવાના હોવાથી તેઓ  રમેશભાઈ ટીલાળાના કાર્યાલયે શુભેચ્છા મુલાકાતે આવેલ અને તેઓ કાર્યકર્તાઓની આ બેઠકમાં ઉપસ્થિત રહેલ અને મંત્રી એ હાલની વાવાઝોડાની પરિસ્થિતિ અને રાજકોટમાં સંભવિત આફત વખતે દરેક પદાધિકારી અને ભાજપના તથા સંઘના કાર્યકર્તાઓને પૂરેપૂરા સજ્જ રહેવા જણાવેલ હતું તેમજ નજીકના જિલ્લામાં જરૂર પડ્યે મદદ માટે રાજકોટની ટીમ મોકલવાની પણ તૈયારી રાખવા જણાવેલ હતું

આમ  મંત્રી તથા ના ધારાસભ્ય તથા શહેર ભાજપના મહામંત્રીની જીતુભાઈ કોઠારી હાજર રહ્યા હતા અને તમામ કાર્યકર્તા અને પદાધિકારીઓને આ આવી પડેલ કુદરતી આફતમાં જરૂર પડ્યે કામગીરી કરી બતાવવા અને આફત અવસરમાં પલટાઈ જાય તેવી તૈયારી કરવા હકાલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.