Abtak Media Google News
મેષ રાશી:1 28
હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદભુત દિવસ. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે.
વૃષભ રાશી :2 28
વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો.
મિથુન રાશી :6 12
તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે. યાદ રાખો બૂરાઈનો વહેલો મોડો અંત થાય જ છે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. પરિવારના સભ્યો તરફથી મળેલી સારી સલાહ તમારી માટે આજે લાભ થશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે.
કર્ક રાશી :4 13
સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. માતા-પિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે.
સિંહ રાશી :5 8
પત્નીના કામકાજમાં ચંચૂપાત કરશો નહીં, કેમ કે તેનાથી તમે તેનો ગુસ્સો નોતરશો.તમારા કામથી કામ રાખો એ જ સારૂં છે. હસ્તક્ષેપ જેટલો ઓછો એટલું સારૂં અન્યથા તેનાથી પરાધીનતા આવી શકે છે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.
કન્યા રાશી :3 Copy
તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારૂં મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. મિત્રો દ્વ્રારા તમે મહત્વના સંપર્કો બનાવશો. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે.
તુલા રાશી :7 10
લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમારૂં કાર્ય પ્રેમ અને હકારાત્મક દૃષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ ાવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે.
વૃશ્ચિક રાશી :8 10
મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. તમારૂં ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટૅન્શન આપશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથી આજે તમારી શાખે પર થોડી અવળી અસર કરે એવી શક્યતા છે.
ધન રાશી :9 5
વાહન ચલાવતી વખતે તકેદારી રાખો. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. સાંજના સમયે એકાએક મળેલા સારા સમાચાર આખા પરિવાર માટે ખુશી તથા હર્ષોલ્લાસ લાવશે. તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.
મકર રાશી :10 8
તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. તમારા પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.
કુંભ રાશી :11 10
અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે-તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. આજે તમારા કામની સરાહના થશે.
મીન રાશી:12 8
તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે-તમારૂં અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મુકશે. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ? તમારૂં જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. લગ્ન બાદ, પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.