Abtak Media Google News

નેશનલ ટ્રેનર અને સર્ટીફાય લીન મેનેજર ભરતભાઈ વાઘેલા માર્ગદર્શન આપશે

કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને ટાટા કેમીકલ્સ લી.ના સહયોગથી નલર્નીંગ લેશન ફ્રોમ ટ્રાફિક મુવીથ વિષયે નેશનલ ટ્રેનર અને સર્ટીફીય લીન મેનેજર ભરતભાઈ વાઘેલાના વાર્તાલાપના કાર્યક્રમનું આયોજન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના મુખ્ય મહેમાન પદે તથા કાઉન્સીલના પ્રમુખ હસુભાઈ દવેના અધ્યક્ષ સ્થાને તા.૨૬ને સોમવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે કેએસપીસીના બાન હોલ, ૬ રજપુતપરા, ચેતના ડાઈનીંગ હોલની સામે, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.

કાર્યક્રમ વિશે માહિતી આપતા ભરતભાઈ વાઘેલાએ જણાવેલ હતું કે, મલયાલમ ફિલ્મના ડાયરેકટર રાજેશ પિલ્લેની સત્ય ઘટના પર આધારીત ટ્રાફિક ફિલ્મ પરથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ ફિલ્મ આપણને અનેક પ્રશ્ર્નો પુછે છે સાથો સાથ ઘડીયાળના કાંટે દોડતી જીવન-મરણ વચ્ચેની અત્યંત રોમાંચક રેસ અગેઈન્સ્ટ ટાઈમ પર લઈ જાય છે. આ ફિલ્મ પરથી મેનેજમેન્ટના ઘણા પાઠ શીખવા મળે છે જેમ કે એક નિર્ણય તમારું જીવન બદલી શકે છે. તમારામાં આત્મ વિશ્ર્વાસ રાખો, નવો ઈતિહાસ બનાવો, મુશ્કેલીઓનો સામનો કરો વિગેરે બાબતો આ કાર્યક્રમમાં ફિલ્મ દ્વારા રજુ કરવામાં આવશે.

કાર્યક્રમમાં કાઉન્સીલના સભ્યો, રસ ધરાવતા નાગરીકો, ઉધોગપતિઓ, એન્ટરપ્રિન્યોર્સ, બિઝનેસ પ્રોફેશ્નલ્સ, વિવિધ ઉધોગો, કંપનીઓના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા કાઉન્સીલના મંત્રી મનહરભાઈ મજીઠીયાએ અનુરોધ કર્યો છે. રજીસ્ટ્રેશન માટે મો.૭૨૨૮૯ ૧૦૧૦૦ ઉપર સંપર્ક કરવા કાઉન્સીલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.