Abtak Media Google News

949નો ઇશ્યૂ પ્રાઈસ ધરાવતા LICના શેરનું આજે 8.62 ટકાના ઘટાડે રૂ. 867.20 પર લિસ્ટિંગ થયું

વીમો ખરેખર નુકસાનીને સરભર કરવા માટે છે. નહિ કે નફો કરવા માટે. પણ એલઆઇસીએ આઇપીઓ જાહેર કર્યો એટલે નફા માટે રોકાણકારોએ દોટ લગાવી હતી. પણ આજે તેનું ફ્લોપ લિસ્ટિંગ થતા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના શેર આખરે આજે 17 મે, શેરબજારમાં ડેબ્યૂ થયા છે.  એલઆઇસીના શેર મંગળવારે બીએસઇ અને એનએસઇ પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના પ્રથમ દિવસે વીમા કંપનીના શેરે રોકાણકારોને નિરાશ કર્યા છે.
આ શેરનું ભારે ડિસ્કાઉન્ટ ભાવે લિસ્ટિંગ થયું છે. રૂ. 949નો ઇશ્યૂ પ્રાઈસ ધરાવતા એલઆઈસીના શેરનું આજે બીએસઇ પર 8.62 ટકાના ઘટાડે રૂ. 867.20 પર લિસ્ટિંગ થયું હતું.
આજે પ્રિ-ઓપન માર્કેટમાં જ એલઆઇસીનો શેર 12.54 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 830 પર શેર ચાલતો હતો. તેના પરથી અણસાર આવી ગયા હતા કે રોકાણકારોને પ્રથમ દિવસે જ ભારે નુકસાનનો સામનો કરવો પડશે. આ ઇશ્યૂ આવ્યો ત્યારે રોકાણકારોને લિસ્ટિંગના દિવસે નફો કરી લેવાની આશા હતી, પરંતુ તેના પર હાલ પૂરતું પાણી ફરી વળ્યું હોય તેમ લાગે છે.
સરકારે એલઆઈસીના શેરની ઇશ્યૂ કિંમત 949 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી. આ ઉપરાંત એલઆઇસીના પોલિસીધારકો અને રિટેલ રોકાણકારોને અનુક્રમે શેર દીઠ રૂ. 889 અને રૂ. 904ના ભાવે શેર મળવાનો હતો. એલઆઇસીનો આઇપીઓ 9 મેના રોજ બંધ થયો હતો અને 12 મેના રોજ તેના શેર બિડર્સને ફાળવવામાં આવ્યા હતા. સરકારે આઇપીઓ દ્વારા એલઆઇસીમાં 22.13 કરોડથી વધુ શેર એટલે કે 3.5 ટકા હિસ્સો ઓફર કર્યો છે. આ માટે, પ્રાઈસ બેન્ડ 902-949 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.