Abtak Media Google News

ધોરાજીનાં પાટણવાવ મુકામે લાઈફ ગ્લોબલ યુકે તાલુકા પ્રાથમિક શાળાને વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાઈ છે. ૨૦૦૧નાં રોજ ગુજરાતમાં ભીષણ ભૂકંપ થયો ત્યારેથી દર ૭૫માં દિવસે અદ્યતન પ્રાથમિક શાળાનું લોકાર્પણ થઈ રહ્યુ છે ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ તરફથી શિક્ષણનાં ઉતકરષ માટે નિરંતર કાર્યરત પ્રોજેક્ટ અન્વયે સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રોજેક્ટ લાઈફ રાજકોટ દ્વારા મુખ્યત્વે ગ્રામ પ્રદેશમાં ૧૦૮ પ્રાથમિક શાળાઓનુ નિર્માણ કરવાનો સંકલ્પ થયો હોય આ ૧૮ વર્ષના ધરતીકંપ થયાનાં ગાળામાં દર વર્ષે ૭૫માં દિવસે એક શાળા ગુજરાત રાજ્યને અર્પણ કરેલ છે અને આ પ્રક્રીયા અવિરત ચાલુ છે તે અન્વયે ૧૦૮ શાળા સુધી નિર્માણ કાર્ય હાથ પર લેવાયું તેમાંથી ૭૯ પ્રાથમિક શાળાઓનો લોકાર્પણ વિધિ સંપન્ન થઈ છે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થયે પ્રતિ વર્ષ આશરે ૩૨૦૦૦ વિદ્યાર્થી ઓ લાભાનિવનત થશે જીંદગીનાં બદલાવના કાર્યમાં રોકાયેલ પ્રોજેક્ટ લાઈફ વિવિધ રીતે માનવ કલ્યાણ લક્ષી સેવાકીય પ્રવૃતિ કરતી આવી છે જે નોંધનીય છે ધોરાજીનાં પાટણવાવ ૧૦૮ શાળા પૈકી ૮૦મી શાળાની અર્પણ વિધિ લાઈફ ગ્લોબલ યુકે તાલુકા પ્રાથમિક શાળા આજરોજ ખુલ્લી મુકાઈ હતી સાંસ્કૃતિક કાર્યક્રમ એનઆરઆઈ જેમાં આગેવાનો કાર્યકર્તાઓ આમંત્રિત મહેમાનો યુકેનાં એનઆરઆઈનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે રસીકભાઈ ચાવડા, પ્રવિણ ભાઈ લાખાણી, રાજેશભાઈ પેથાણી, મામલતદાર સાહેબ, રાજુભાઈ ડાંગર, શાળાનાં પ્રિન્સિપાલ તથા શિક્ષક ગણ તથા રોયલ સ્કુલનાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.