Abtak Media Google News

સાંયોગિક અને દસ્તાવેજી પુરાવાના આધારે અદાલતે કાંમાંધને તકસીર વાન ઠેરવી: ભોગ બનનાર 4 લાખનું વળતર

અબતક,રાજકોટ

શહેરમાં લાપાસરી ગામ નજીક આવેલા ઈંટોના ભઠામાં રહેતી સગીરાનુ અપહરણ કરી દુષ્કર્મ આચરી સગીરાને કુંવારી માતા બનાવવાના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપીને અદાલતે આજીવન કેદ અને ભોગ બનનાર સગીરાને રૂ.4 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ શહેરની ભાગોળે આવેલા લાપાસરી ગામ નજીક ઈંટોના ભઠ્ઠામાં કામ કરતાં પરપ્રાંતીય પરિવારની 12 વર્ષ અને 3 મહિનાની સગીરાને મધ્યપ્રદેશના આરોપી લાલા પ્રતાપભાઇ ભુરીયા નામનો શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હતો. આ અંગે ભોગ બનનાર સગીરાના પરિવારે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે આરોપી લાલો ભુરીયા અને ભોગ બનનાર સગીરાને એકાદ વર્ષ પછી ઝડપી લીધા હતા. સ

ગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો જેથી પોલીસે આરોપી વિરુદ્ધ પોકસો એકટની કલમ હેઠળ અપહરણ અને દુષ્કર્માનો ગુનો નોંધી ધરપકડ  કરી જેલ હવાલે કર્યો હતો જે કેસ અદાલતમાં ચાલવા પર આવતાભોગ બનનાર સગીરા, ફરિયાદી, ડોક્ટર અને તપાસનીશ અધિકારીની જુબાની સરકાર પક્ષે રોકાયેલા સરકારી વકીલ મુકેશ પીપળીયા દ્વારા  રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવા અને ધારદાર દલીલોને ધ્યાને લઇ પોકસો કોર્ટના ન્યાયાધીશ જે.ડી. સુથારે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરી કુંવારી માતા બનાવવાના ગુનામાં આરોપી લાલા પ્રતાપભાઈ ભુરિયાને તકસીરવાન ઠેરવી જન્મટીપ ની સજા અને ભોગ બનનાર સગીરાને રૂ.4લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.