Abtak Media Google News

જસદણ શહેરમાં નવરાત્રી દરમિયાન દરરોજ બે ત્રણ વખત વીજળી ગુલ થવાથી લોકો ત્રાંસી ચૂક્યા છે. જસદણનાં નાગરિકોએ આ અંગે ઊર્જા મંત્રીને રજૂઆત કરી છે.

Advertisement

જસદણમાં નવરાત્રી દરમિયાન દરેક લોકો  સાંજના સમયે કે રાત્રીનાં સમયે માતાજીના મંદિરે આરતી, દર્શન, માતાજીના ગરબા વગેરે  ધાર્મિક વિધિ પૂજા, ભક્તિ કરતાં હોય છે.  આ ઉપરાંત વિવિધ ગરબીઓમાં ગરબીના આયોજકો દ્વારા ગરબીની તૈયારીઓ ચાલતી હોય એ સમયે જ સાંજના છ થી રાત્રીના નવ કલાક દરમિયાન દરરોજ  વીજળી ગુલ થવાથી લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડી છે.

વીજળી ગુલ થવા સમયે જસદણ પીજીવીસીએલના ફોલ્ટ સેન્ટરનો નંબર 02821220051 તેમજ મોબાઇલ નંબર 6359636163 ઉપર પણ સંપર્ક થઇ શકતો નથી. હિન્દુના પવિત્ર તહેવાર નવરાત્રિમાં આરતી સમયે જ  શંકાસ્પદ રીતે અવાર નવાર લાઈટ જવાથી હિન્દુ લોકોમાં તીવ્ર રોષ ફેલાયો છે.

જસદણના  ફોલ્ટ સેન્ટરના મોબાઇલ પર સંપર્ક નહીં થવા અંગે, લો વોલ્ટેજ અંગે, અવર નવાર વીજળી ગુલ થવા સહિતની બાબતો અંગે આધાર પુરાવા સાથે ઉર્જા મંત્રી તેમજ મુખ્યમંત્રીને જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વહેલી તકે જસદણમાં વીજ ધાંધિયા દૂર થાય તેવી લોકોની માગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.