Abtak Media Google News

આપણે ઘણી વખત તારક મહેતામાં જોયું હશે કે નશાની હાલતમાં સોઢી અથવા તો બઘા ટેરેસ પર અથવા તો બિલ્ડીંગ પર ચડી જતાં હોય છે. ત્યારબાદ સમગ્ર સોસાયટીના લોકો તેની આવી હરકતોથી પરેશાન થઈ જતાં હોય છે. આવી જ એક સત્ય ઘટના મહારાષ્ટ્રમાં બની છે જ્યાં એક વૃદ્ધ માણસ ટાવર પર ચડીને નશાની હાલતમાં અજીબ અજીબ હરકતો કરી હતી.

આ ઘટના મહારાષ્ટ્રના બુલઢાણાં જિલ્લાની છે એક દારૂડિયાની હરકતોએ પોલીસ પ્રશાસનના હોંશ ઉડાડી દીધા હતા. દારૂના નશમાં વ્યક્તિ BSNLના ટાવર પર ચડી ગયો હતો. આ ટાવરની ઊંચાઈ 300 ફૂટની હતી. 300મીની ઊંચાઈ પર પહોંચ્યા બાદ, આ વ્યક્તિએ એવી હરકતો કરવાનું શરૂ કર્યું, કે દરેક લોકો હેરાન થઈ ગયા. તેના ગળામાં તારની ફંદો નાખ્યો હતો. આ પછી તેણે શર્ટ ઉતાર્યો અને તેને હવામાં લહેરાવવાનું શરૂ કર્યું. લગભગ સાડા ચાર કલાક સુધી ચાલેલા આ નાટકને જોવા માટે સ્થળ પર ભીડ એકઠી થઈ હતી.

જ્યારે આ માણસ ટાવર પર ચડી રહ્યો હતો, ત્યારે કોઈએ ધ્યાન આપ્યું નહીં, પરંતુ જેમ જેમ તે ઊંચાઈ પર પહોંચ્યો, તેમ તેમ તેના ડગમગતા પગને જોઈને લોકોના ટોળા સ્થળ પર એકઠા થવા લાગ્યા. કેટલાક લોકો દ્વારા તેને અવાજ દ્વારા નીચે બોલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તે કોઈનું સાંભળી રહ્યો ન હતો.

Screenshot 2 30

લોકોની માહિતીના આધારે વિસ્તારની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નશામાં ધૂત માણસ પોલીસ આવે તે પહેલા જ ટાવરની ટોચ પર પહોંચી ગયો હતો. તેની ઊંચાઈના કારણે તે બહુ સ્પષ્ટ દેખાતો ન હતો. આ પછી પોલીસે ડ્રોન કેમેરા મંગાવ્યા હતા. ડ્રોન કેમેરાની મદદથી તેની ઓળખ થઈ હતી. કેટલાક લોકોએ તેની ઓળખ મિલિંદ નગરના રહેવાસી સંજય જાધવ તરીકે કરી હતી.

પોલીસે તેને ઉતારવાનો પ્રયાસ શરૂ કર્યો. સંજય જાધવ ટાવર પર ચડીને આવા કૃત્યો કરી રહ્યો હતો, તે જોઈને બધા જ લોકો હેરાન હતા. તેણે પોતાનો શર્ટ ઉતારીને હાથમાં પકડી લીધો. તેના તારનો વાયરની લટકળેલો હતો અને તે શર્ટને હવામાં લહેરાવતો જોવા મળ્યો હતો.

Screenshot 3 23

પોલીસે જણાવ્યું હતું કે સંજય જાધવ 9 ઓગસ્ટે સાંજે 5 વાગ્યે ટાવર પર ચડ્યો હતો. ઘણા પ્રયત્નો પછી, તેને લગભગ 9.30 વાગ્યે ટાવર પરથી નીચે લાવવામાં આવી. આ વ્યક્તિએ લગભગ સાડા ચાર કલાક સુધી પોલીસને હેરાન કરી. ડર એ હતો કે જે રીતે તે નશામાં હતો, તેના સાથે કઈ અણબનાવ ન બને. જોકે, ટાવર પરથી નીચે ઉતર્યા બાદ પોલીસે સંજય જાધવને કસ્ટડીમાં લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે પરિવારના સભ્યો તેને પરેશાન કરે છે, તેથી તે ટાવર પર ચડી ગયો. પોલીસે તેની સામે ગુનો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.