Abtak Media Google News

અકસ્માત સર્જી બસ ચાલક ફરાર: બન્ને યુવાનોના પરિવારમાં ગમગીની

અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

લીંબડી અમદાવાદ હાઈવે પર પાણશીણાના પાટિયા પાસે ખાનગી ટ્રાવેલ્સ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં અકસ્માતમાં ઘટનાસ્થળે બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં.અકસ્માત બાદ બસ ચાલક નાસી છૂટયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લીંબડીથી અમદાવાદ તરફ જતી ખાનગી ટ્રાવેલ્સ સાથે પાણશીણાના પાટીયા પાસે લીંબડીનાં ઈમરાનભાઈ યુનિસભાઈ ઝારા, તથાં તેમનાં મિત્ર સુરેશભાઈ કાંતિભાઈ પટેલ બાઈક લઈને જઈ રહ્યાં હતાં ત્યારે પાણશીણાના પાટીયા પાસે ખાનગી ટ્રાવેલ્સે અડફેટે લેતાં અકસ્માતમાં સર્જાયો હતો.  જ્યારે અકસ્માતમાં બાઈક ચાલક ઈમરાનભાઈ યુનિસભાઈ ઝારા આશરે ઉ.40 તથાં સુરેશભાઈ કાંતિભાઈ પટેલ ઉ.42 બંનેનાં  ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. મૃતકને 108 દ્વારા પી.એમ.માટે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. ત્યારે ખાનગી ટ્રાવેલ્સ ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ પાણશીણા પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.