Abtak Media Google News

૪ પોઈન્ટ સાથે ગ્રુપ-ડીમાં આર્જેન્ટીનાદ્વિતિય સન પર પહોંચી

સ્ટાર ફૂટબોલર લીયોનેલ મેસીએ ચાલુ વર્લ્ડકપમાં પોતાનો પ્રથમ ગોલ અંતે નોંધાવ્યો છે. મેસી અને માર્કોસ રોઝોના ગોલની મદદી અર્જનટીનાએ નાઈઝીરીયા સામે ૨-૧થી વિજય મેળવ્યો છે. આ જીત સાથે અર્જન્ટીનાનો ટોપ-૧૬માં પ્રવેશ થયો છે.

લીયોનેલ મેસીએ મેચના પ્રારંભમાં જ પોતાની ટીમને ૧ ગોલ થી આગળ કરી નાખી હતી. ૧૪મી મિનિટમાં જ મેસીએ શાનદાર ગોલ ફટકાર્યો હતો.

Nigeria-Argentina
nigeria-argentina

જો કે, મેચના બીજા હાફમાં નાઈઝીરીયાએ ૧ ગોલ ફટકારી ૧-૧ થી બરોબરી કરી હતી. પરંતુ છેલ્લી ક્ષણોમાં અર્જન્ટીનાના રોઝોએ ગોલ ફટકારી અર્જન્ટીનાને પરાજયના સંકટમાંથી ઉગાર્યું હતું. ગ્રુપ-ડીમાં અર્જન્ટીના ૪ પોઈન્ટ સાથે બીજા સ્થાન ઉપર છે. જયારે ક્રોએશીયા ૭ અંકો સાથે પ્રથમ સ્થાન ઉપર છે. નાઈઝીરીયા કુલ ૩ મેચમાથી બીજી મેચ હારી ચૂકી છે જે ૩ પોઈન્ટો સાથે ૩જા સ્થાને છે. દિગ્ગજ ફૂટબોલર અને અર્જન્ટીનાના કેપ્ટનના ગોલની મદદથી ટીમ ટૂર્નામેન્ટ બહાર ધકેલાતા બચી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.