Abtak Media Google News
  • સમુદ્રમાંથી સિંહણનો મૃતદેહ મળી આવતા વનતંત્ર પણ ચોંકી ઉઠ્યું: બાબરકોટ એનિમલ કેરસેન્ટર ખાતે પીએમ કરાયું, સિંહણ આશરે પાંચ વર્ષ કરતા વધુની ઉંમરની હોવાનું વનવિભાગનું અનુમાન
  • વનવિભાગ દ્વારા સ્કેનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અહીં અન્ય સિંહો છે કે કેમ? તેને લઈ તપાસ હાથ ધરી છે

Gujarat News : દેશની શાન અને ગુજરાતનું ગૌરવ સિંહો ગીર જંગલ છોડી રેવન્યુ અને શહેરી ગામડા સુધી અત્યાર સુધી સિંહો પોહચી રહ્યા હતા ત્યારે સિંહો ઇનફાઈટ ટ્રેન હડફેટે માર્ગ અકસ્માત અન્ય કારણોમાં અત્યાર સુધી અનેક વખત સિંહોના મૃત્યુ થય ચુક્યા છે પરંતુ હવે ગુજરાતની પહેલી ઘટના અમરેલી જિલ્લામા સામે આવી છે સિંહણ નું દરિયામાં ડૂબી જવાથી મોત થયું છે વનવિભાગ પણ ચોકી ઉઠ્યું છે સમગ્ર ઘટનાક્રમ અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના દરિયા કાંઠે આવેલ ધારાબંદર ગામ છે આ ધારાબંદર ગામ દરિયા કાંઠે આવેલ છે અહીં સિમ વિસ્તાર નથી સિંહોનો વસવાટ પણ નથી ત્યારે અચાનક સમુદ્ર માંથી સિંહણનો મૃતદેહ મળી આવતા વનતંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું

Liones

આ ઘટનામાં જાફરાબાદ રેન્જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે દોડી સિંહણનો મૃતદેહ કબજે લઈ બાબરકોટ એનિમલ કેરસેન્ટર ખાતે પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી સિંહણ આશરે 5 વર્ષ કરતા વધુની ઉંમરની હોવાનું વનવિભાગનું અનુમાન લગાવાય રહ્યું છે જોકે આ ઘટના બાદ વનવિભાગના કર્મચારીઓ દ્વારા અહીં સ્કેનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અહીં અન્ય સિંહો છે કે કેમ? તેને લઈ તપાસ હાથ ધરી છે રાજ્યમાં પ્રથમ વખત સિંહણનું દરિયામાં ડૂબી જવાથી મોતની ઘટના વનવિભાગના ચોપડે નોંધાય છે.

સિંહ બાળનું જસાધાર રેન્જ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવ્યું

ધારાબંદરથી આગળ ખત્રીવાડા માણેક પુર વિસ્તારની દરિયાની ખાડીમાં એક સિંહબાળ ફસાય ગયું હતું આ વિસ્તાર ગીર સોમનાથ જીલાના ઉના તાલુકાનો છે અહીં જસાધાર રેન્જ વનવિભાગ દ્વારા આ વિખુટા પડેલા સિંહબાળને દરિયાની ખાડી માંથી ફસાયેલા સિંહબાળ નું રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવી હેલ્થ ચકાસણી કર્યા બાદ હાલ તેમના ગ્રુપ સાથે ફરી સિંહબાળને મુકવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે બંને વિસ્તાર દરિયામાં બોડર વિસ્તારમાં આવેલો છે બને ઘટના બની તે વિસ્તારમા ઉનાના ખત્રીવાડા વિસ્તાર માંથી જાફરાબાદના ધારબંદર સુધી પોહચવા માટે ખાડી માર્ગ છે વાહન વ્યહાર ન થય શકે પરંતુ ચાલીને સિંહ અવર જવર કરી શકે તેવો વિસ્તાર છે અગાવ ઉનાના સિંહો અહીં દરિયા કાંઠે અવર જવર કરી ચુક્યા છે ત્યારે આ સિંહણ પણ જસાધાર રેન્જ માંથી આવી ચડેલી હોવાનું વનવિભાગને પ્રાથમિક માહિતીઓ મળી રહી છે કેમ કે ધારબંદરમાં સિંહો સહિત કોઈ વન્યપ્રાણીનો વસવાટ નથી ત્યારે આ સિંહણ નું દરિયામાં ડુબી જવાથી મોતની ઘટનાથી વનવિભાગ પણ થોડીવાર ચોકી ઉઠ્યું હોય હતું અને સતત આ ઘટનાને લઈ વનવિભાગ સ્કેનિંગ સહિતની કામગીરી હાથ ધરી તપાસ હાથ ધરી છે.

દરિયાની ખાડી ક્રોસ કરતી વખતે સિંહણ પાણીમાં ડૂબી ગઈ: જી.એલ.વાઘેલા

શેત્રુંજી ડીવીઝનના ઇન્ચાર્જ એસીએફ જી.એલ.વાઘેલાએ કહ્યું અહી સિંહણનુ દરિયામાં ડૂબી જવાના કારણે મોત થયું છે દરિયાની ખાડી ક્રોસ કરતી વખતે સિંહણ પાણીમાં ડૂબી ગઈ હતી અમારી ટીમ દ્વારા તપાસ ચાલી રહી છે ગીર પૂર્વ ડીવીઝન ડીસીએફ રાજદીપ સિંહ ઝાલાએ કહ્યું એક સિંહબાળ જસાધાર રેન્જમાં ખત્રીવાડા દરિયાની ખાડી વિસ્તારમાં ફસાયું હતું તેને અમારી ટીમ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી બચાવી લીધું છે અને તેના ગ્રુપ સાથે ફરી મુક્ત કરવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે સિંહણ નુ બચ્ચું હાલ જીવીત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.