Abtak Media Google News

હોઠના નિશાનોથી વ્યક્તિની ઓળખ અને બાળકના માતા-પિતાની શોધ શકય

અત્યાર સુધી વિવિધ સ્ળોએ શરીરના અંગુઠાના નિશાન, વાળ સહિતની બાબતોથી વ્યક્તિની ઓળખાણ થતી હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે, તમારા હોઠ પણ તમારી ઓળખ આપી શકે છે. આ માટે ફોરેન્સી સાયન્સ લેબોરેટરીઓ દ્વારા સંશોધનો કરવામાં આવ્યા હતા અને આ સંશોધનો બાદ સાબીત યું હતું કે, હોઠી વ્યક્તિની ઓળખ શકય બને છે.

આ અંગે ડોકટર અંશિકા દુબેએ કહ્યું હતું કે, જેનેટીક લક્ષણો અને જાતિ ઉપરી હોઠના નિશાનો અલગ અલગ પડે છે. જેમાં ચિલોસ્કોપી એટલે કે હોઠના નિશાનોથી વ્યક્તિની ઓળખ થઈ શકે છે. આ બાબતે ગુજરાતમાં પણ સંશોધનો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડીએનએની જેમ હોઠના નિશાનોથી બાળકો અને માતા-પિતા વચ્ચેનો સંબંધ પણ સાબીત કરી શકાય છે. કારણ કે,ચિલોસ્કોપીમાં ડીએનએની જેમ ઘણા સંબંધીત પુરાવાઓ મળી શકે છે. હોઠી તી વ્યક્તિની ઓળખ બાબતે યેલા સંશોધનમાં મોટાભાગના પ્રયોગો સફળ રહ્યાં હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.