Abtak Media Google News

જાગો જીવદયા રક્ષકો જાગો !!!

આગામી દિવસોમાં ૫૦ હજારથી પણ વધુ ઘેટા-બકરા મોકલાવવામાં આવશે: કયાંક સરકારની લાચારી તો કયાંક બ્યુરોક્રેટની નાદારી

જાગો જીવદયાપ્રેમીઓ જાગો! હાલ એવી ઘણી ઘટનાઓ પશુ-પક્ષીઓને લઈ સામે આવી રહી છે જેને જોઈ માનવ હૃદયમાં અરેરાટી મચી જવા પામે છે. એવી જ ઘટના સામે આવી છે કે કચ્છનાં તુણાબંદરથી ૨૦૦૦ ઘેટા બકરાને દુબઈ કનસાઈનમેન્ટ મારફતે લઈ જઈ રહ્યા છે. આને જોતા કયાંક એવું લાગે છે કે, શું આ મુદ્દે સરકારની કોઈ લાચારી છે કે પછી બ્યુરોક્રેટની નાદાની, આ બન્ને વચ્ચે પશુઓની સાર-સંભાળ લેતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી મચી જવા પામી છે.

દુબઈ બજારમાં રાજકોટ જીલ્લાનાં પડધરી ગામનાં ઘેટા-બકરાનાં ખુબ વિશેષ ભાવ આપવામાં આવે છે. ક્રુઝર ગાડીમાં તમામ ઘેટા-બકરાને ક્ધટેનર મારફતે દુબઈ મોકલી કતલખાને મોકલી દયે છે જેટલું આ વ્યાપર લીગલી ચાલે છે તેના કરતા ખુબ જ વધુ ઈલીગલ વ્યાપાર ચાલી રહ્યો છે. ખબર હોવા છતાં સરકાર પોતાની લાચારી દાખવી રહ્યું છે. જયારે બ્યુરોક્રેટ નાદાની દાખવી રહ્યું છે. કચ્છનાં સ્થાનિક વહિવટીતંત્રે ઓગસ્ટ માસમાં નિકાસની પરવાનગી પાછી ખેંચી લીધી હતી. જેને લઈ હાલ ઘેટા બકરાનાં લાઈવ સ્ટોકને દુબઈ મોકલવામાં આવી રહ્યા છે. જેથી આજે ૨૦૦૦ બકરાને દુબઈ મોકલી દેવામાં આવ્યા છે. કસ્ટમ વિભાગની પણ તેમને મંજુરી મળી ગઈ છે તથા વેટરનરી ડોકટરો અને પોર્ટ અધિકારીઓએ જરૂરી દસ્તાવેજી પણ રજુ કરી દીધા છે.

નિકાસકારોએ જણાવ્યું હતું કે, મંગળવારે અંતિમ પ્રક્રિયા પૂર્ણ કરી છે અને તુણાબંદર મારફતે ઘેટા-બકરાઓને દુબઈ મોકલવામાં આવશે. હાલ ૨૦૦૦ હજાર લાઈવ સ્ટોક મોકલવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસોમાં ૫૦ હજારથી પણ વધુ પશુધનનાં નિકાસ કરવામાં આવશે તેવી આશા નિકાસકારોએ વ્યકત કરી રહ્યા છે. ઓગસ્ટમાં કચ્છનાં વહિવટી તંત્રએ નિકાસકારોને માટે નિકાસની પરવાનગી ઈદ પહેલા ખેંચી લીધી હતી. જેને લઈ જીલ્લાનાં અધિકારીઓએ નિકાસનાં દસ્તાવેજોને તપાસ કરવા માટે એક સમિતીની રચના કરી હતી. જે સીધો હાઈકોર્ટનો સંપર્ક કરે છે. ગુજરાતની ઉચ્ચ અદાલતે જીલ્લા કલેકટરની પરવાનગીને પાછી ખેંચી લીધી હતી. તેમ છતાં નિકાસકારો પશુધનની નિકાસ કરવામાં સક્ષમ રહ્યા ન હતા. કારણકે સંબંધિત વિભાગો માટે તેઓએ કોઈ સ્પષ્ટ સંદેશ અથવા મંજુરી મળતી નથી.

ત્યારે જીવદયા માટે પ્રયત્નશીલ રહેતા જીવભકતોને પણ અરેરાટી મચી જાય છે. કયાંકને કયાંક સરકારને પણ બ્યુરોક્રેટસ ગેરમાર્ગે દોરતા હોય તેવું લાગી રહ્યું છે. કારણે સરકાર તમામ પગલા પશુઓનાં બચાવ માટે કરતું હોય છે ત્યારે આ પ્રકારની ઘટના એક વાત સ્પષ્ટ છે કે સરકાર ખરાઅર્થમાં લાચારી અનુભવી રહી છે. કાયદાઓ હોવા છતાં પણ કાયદાનું પાલન નથી થતું તે પણ વાત સાચી છે. ત્યારે આ તો હજી ૨ હજાર ઘેટા-બકરા દુબઈ ગયા છે બીજા ૫૦ હજાર જે જવાના છે તેના પર કંઈ રીતી રોક મુકી શકાય તે પ્રશ્ર્ન ઉદભવિત થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.