Abtak Media Google News

ભારત સરકાર દ્વારા લોકડાઉનમાં પાન, બીડી, તમાકુ, ગુટકા પર પ્રતિબંધ મૂકવામાં આવતા બંધાણીઓ હેરાન પરેશાન થઇ ઉઠયા હતા. ત્યારે થાન મામલતદાર દ્વારા બીડી ના એજન્ટ ના ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યા હતા. જે સીલ શનિવારના રોજ ખોલવામાં  આવતા વેપારી દ્વારા તમામ બીડી જીવ દયા ગ્રુપને વેચાણ અર્થે આપી દેવામાં આવી હતી જેની ખરીદી માટે પુરોષો  તથા મહિલાઓએ આઝાદ ચોક મા લાંબી કતાર લગાવી હતી.

ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવતા પાન,બીડી, સિગારેટ, તમાકુ,ગુટકા ની અછત સર્જાતા કાળાબજાર થવા માંડયા હતા. ત્યારે થાન ના બીડી ના એજન્ટ આસન દાસ એન્ડ કંપની પાસે રહેલ બીડીના જથથાને તંત્ર દ્વારા સીલ મારી દેવામાં આવ્યા હતા. જે સીલ શનિવારના રોજ ખોલવામાં આવતા તેનું વ્યક્તિ દીઠ પાંચ જુડી લેખે વેચાણ કરવામાં આવતા તે બીડી લેવા મહિલાઓ તથા પુરુષોની લાંબી કતારો લાગી હતી. બીડી નું વેચાણ જીવ દયા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.