Abtak Media Google News

24 મા તિર્થંકર ભગવાન મહાવી2 અહિંસાના પરમ હિમાયતી હતા. તેમના ત્રણ મુખ્ય સિદ્ધાંતો હતા, વિચારમાં અનેકાંત આચારમાં અહિંસા, અને વ્યવહારમાં અપરિગ્રહ

 

અહિંસા એટલે જીવદયા.  જીવો અને જીવવા દો. એટલું જ નહી પરંતુ સ્વયં બલિદાન આપીને પણ બીજા જીવોની રક્ષા કરવી . જેમકે , ધર્મરૂચિ અણગારે કીડીઓની રક્ષા ખાતર પોતાના પ્રાણ આપી દીધા. મેતાર્ય મુનિએ ક્રોંચ પક્ષીની રક્ષા ખાતર મસ્તક 52 વાધર વીંટવામાં આવ્યા છતાં મૌન રહ્યા. સસલાની દયા માટે હાથીએ અઢી દિવસ સુધી પગ ઊંચો રાખ્યો અને ત્યાં જ પડીને મૃત્યુ પામ્યો. આવા તો કંઇક પ્રસંગો જૈન શાસનના ઇતિહાસમાં છે. ભગવાન મહાવીરની અહિંસા સૂક્ષ્મજીવોની રક્ષાથી શરૂ કરીને સર્વજીવો પ્રત્યે છે. આ ઉપરાંત કોઇપણ જીવને દુ:ખ આપવું, પીડા પહોંચાડવી, કે માનસિક ત્રાસ આપવો તે ભાવહિંસા છે. તે કરવાથી પણ અટકવું તે જ સાચી અહિંસા છે.

આર્યસંસ્કૃતિના દરેક મહાત્માઓ જીવો અને જીવવા દોનાં સિદ્ધાંતને પ્રસ્થાપિત કરે છે. જેમ કે મહાત્મા ગાંધીજી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ દેશની મહાનતાનો અંદાજ તે દેશનાં પ્રાણીઓ સાથે કેવો  વ્યવહાર કરવામાં આવે છે , તેની પર રહેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.