Abtak Media Google News

આપણા સમાજમાં ગાયો મંદિરોમાં હવેલીમાં, રાજમહેલમાં, સુખીસંપન્ન પરીવારોના ઘરે, ખેડૂત અને પશુપાલકના ઘરે માતા તરીકે બીરાજતી હતી ત્યારે બધા જ લોકો માનસિક, માતા તરીકે બીરાજતી હતી ત્યારે બધા જ લોકો માનસિક, શારીરિક, ધાર્મિક અને ધનની રૂપે અને આરોગ્યની રીતે ખૂબજ સુખી હતા અને જયાં સુધી ગાયો અને પશુપક્ષીઓનું ધ્યાન રાખતા હતા ત્યાં સુધી બીમારી ન હતી (દવાખાના કે હોસ્પીટલો ) આટલા પ્રમાણમાં ન હતા, વૃધ્ધાશ્રમ ન હતા. માનવ માનવ માટે અને પશુપક્ષીઓ માટે પ્રેમ, લાગણી, દયા, કરૂણા જેવો પ્રેમ ભાવ હતો અદેખાઈ ન હતી આટલા વિકાર ન હતા અને વિશ્વાસ દ્રારા એકબીજાને મદદરૂપ થતાં રાજા રજવાંડા વખતે ઘેર ઘેર અને ગલીએ ગલીએ ગાયો હતી તેના ઉપરાંત હજારો એકર ગૌચર, પાંજરાપોળ, ગૌશાળાઓને દાનમાં મળતી હતી જે થકી ગાયો જ નહી દરેક પશુપક્ષીઓ તેના આશરે જીવન જીવતા અને પર્યાવરણ ખૂબ મોટો લાભ મળતો આપણે રાજકોટની જ વાત કરીએ તો ચારપાંચ વર્ષ પહેલા પ0 હજારથી વધુ ગાયો હતી જે પૈકી 30 હજાર ગાયો ફકત 3 લીટર ગણીએ તો 90 હજાર લીટર દૂધ આપતી હતી જે થકી 4 થી પ લાખ લોકોને શુધ્ધ દૂધ મળતું હતું ગોબર અને ગોમૂત્રથી ધરતીમા અમૃત સમુ પાણી 3પ થી 40 ફૂટે ડંકીમાં હતું અને ગોબર દ્રારા આપણા ઘણા બધા લોકો ચૂલો સળગાવતા હતા જેમા ઓકિસજન પેદા થતો હતો અને ગૌમૂત્ર પાણી દ્રારા લોકોન આરોગ્ય આપતુ હતું.

આ જે લોકો ગૌમૂત્ર માટે ઠેર ઠેર ભટકે છે અને તેમાં લોકોને વિશ્વાસ પણ વધ્યો છે અને આરોગ્ય પણ મળ્યુ છે સાથે સાથે આ પ0 હજાર ગાયો લીલો સુકો પ લાખ કિલો એંઠવાળ અને કચરો ખાતી અને સમાજને સ્વચ્છ રાખતી હતી જેના માટે આજે 100 થી વધુ ગાડીઓ આ કચરો ઉપાડવા માટે શહેરમાં ફરે છે ડીઝલનો ધુમાડો કરે છે આપણા ટેકસના પૈસા વપરાય છે અને તેમ છતાં આ કચરાનો વ્યવહારીક નિકાલ થતો નથી તેના હિસાબે ગાડીમાં પણ ઓકિસજન બળે છે અને કચરામાંથી ખરાબ ગેસ ઉત્પન્ન થાય છે જે આપણને પશુપક્ષીઓને અને પર્યાવરણને નુકશાન કરતા છે. ગાડીઓ માટે આપણે રોડરસ્તા પાક કરવા પડયા, ફળીયા પાકા કરી નાંખ્યા જેના હિસાબે જમીનમાં ઉતરતુ પાણી બંધ થઈ ગયું છે આપણી  ગલીશેરી કે મહોલ્લામાં ગાયો નડતી હતી આજે વાહનોની કતાર થઈ ગઈ છે તો શું આપણે કુદરતની વિરૂધ્ધ જઈને આપણીને આપણી આપણા પરીવારની અને સમાજની તબીયત સુધરવાને બદલે બગાડવા જઈ રહયાં છીએ કુદરતે આપણા માટે પશુપંખીઓનું જતન કરવાનું અને તેને ખોરાકપાણી આપવાનું આયોજન આપેલ છે તેનાથી વિરૂધ્ધ જઈ આપણે જ પર્યાવરણ બગાડી રહયાં છીએ.

હજજારો જીવોના જીવ અકાળે આપણી ભુલની હિસાબે ગયા છે તેનો હિસાબ આજે પ્રભુ કે પ્રકૃતિ લઈ રહી છે હજી મિત્રો જાગી જાવ ગાયોનું જતન કરો, પશુપક્ષીઓનું જતન કરો, દરેક પશુપક્ષીઓ આપણા માટે કિંમતી છે અને એટલા માટેજ આપણા દરેક ધર્મમાં દરેક ભગવાનોએ એકએક પશુપક્ષીને પોતાનું વાહન બનાવ્યું છે અને તે દ્રારા આપણને સારો સંદેશ આપ્યો છે તેણે અનુસરીએ. ફકત સ્માર્ટ સીટી એટલે પશુપક્ષી મુકત શહેર ન ગણતા આપણા વડીલોના જીવનનો બોધ લઈને દરેક પશુપક્ષીને જીવવા દઈએ અને ” વેવ” થી અબોલ જીવોના નિશાસા ન લઈએ અને આપણા પરીવારને સુખી રાખીએ. આપણા પાડેલા કૂતરા અને બીલાડી, પોપટ કે અન્ય પશુપક્ષીઓને પાડવાનો આપણે ત્યાં રીવાજ પણ હતો અને તેનો ફાયદો પણ હતો. હજી મોડુ નથી થયું શહેરમાં તો કદાચ ગાય ન રાખી શકીએ પરંતુ ખેડૂત મિત્રો અને પશુપાલકો ગાય સાચવે અને ખેડૂતો ઓર્ગેનીક ખેતી તરફ વળે તો મે જે પીકચર જોયું છે તે ઓર્ગેનીક ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં મધમાખી, પતંગીયા, અળસીયા તથા નાના જીવો જે ખેતીને મદદરૂપ થાય છે અને તે ખેતી ઓર્ગેનીક છે તેવી સાબીતી આપે છે. તો તે તરફ વળવા માટે ખેડૂત મિત્રોને સમજાવીએ અને ઓર્ગેનીક ખેતપેદાશ ખરીદવાનો આગ્રહ રાખીએ. આપણે બધાને ખબર છે કે યુરીયા અને પેસ્ટીસાઈડ દવાઓથી પાક, પર્યાવરણ, જમીન, પાણી અને પશુપક્ષીઓને મોટું નુકશાન થયુ છે. તેનાથી બચવા માટે પશુપક્ષીઓની સેવા કરવી  એજ આપણો એકમાત્ર પર્યાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.