લવ જેહાદ: વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, અપહરણ પહેલા માર મારતો વીડિયો વાયરલ

ઋતુલ પ્રજાપતિ, અરવલ્લી

રાજ્યમાં અવાર નવાર લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ગુજરાતમાં ફરી એક વખત આવી ઘટના બની છે. અરવલ્લીમાં એક વિધર્મી યુવકે યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી, ત્યારબાદ યુવતીને માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં યુવતીને વિધર્મી યુવકે માર મારી અપહરણ કર્યાનો આરોપ લગાડવામાં આવ્યાછે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે.

મળતી માહિતી પ્રમાણે અરવલ્લીમાં એક વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તેની સાંથે વાંધો પડતો માર મારી અપહરણ કર્યાનો આરોપ યુવતી દ્વારા લગાડવામાં આવ્યાછે. આ ઘટનામાં યુવતીને માર મારતો વીડિયો વાયરલ થયો છે.

ઘટનામાં ભોગ બનેલી યુવતી અરવલ્લીના ધનસુરાના મોટી વાવ ગામની છે. અહીં એક વિધર્મી યુવકે અપહરણ કરતા પહેલા યુવતીને માર્યો માર હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જતાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો. ત્યારબાદ અમરેલીના જાફરાબાદના યુવક સામે ગુનો નોંધાયો હતો. યુવક -યુવતીને ધનસુરા પોલીસે મુંબઈથી ઝડપ્યા હતા. ત્યારબાદ યુવતીને તેના પરિવારને સોંપવામાં આવી હતી.