Abtak Media Google News

વૃઘ્ધાશ્રમમાં નાત-જાતના ભેદભાવ વગર ગમે તેવી ગંભીર બીમારી હોય તેવા વડીલોને પણ અપાઇ છે આશ્રય: પોતાની આસપાસમાં કોઇપણ નિરાધાર કે નિ:સહાય વૃઘ્ધ વડીલ જોવા મળે તો તેને સદ્ભાવના વૃઘ્ધાશ્રમ સુધી પહોંચાડવાની જાહેર અપીલ

વૃઘ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજના કળીયુગની જરુરીયાત તો છે જ કમનસીબે સંયુકત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વડીલો નિરાધાર બનતા જાયછે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સદભાવના વૃઘ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃઘ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરુરીયાતવાળા વૃઘ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. વૃઘ્ધાશ્રમમાં દાખલ થતા જરુરીયાતમંદ વૃઘ્ધો પાસેથી કોઇપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે. આ વૃઘ્ધારમ્માં હાલ ર૦૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઇ રહ્યાં છે. સાવ પથારીવશ વડીલોને પણ સદભાવના વૃઘ્ધાશ્રમમાં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવતો હોઇ સમગ્ર  ગુજરાત અને ભારતભરમાંથી વધુને વધુ નિરાધાર વડિલો આ સદભાવના વૃઘ્ધાશ્રમમાં પ્રવેશ લઇ રહ્યા છે. જે અંગે વિગતો આપવા ધીરેન્દ્રભાઇ કાનાબાર અને સુધીરભાઇ શાહે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

Advertisement

જેમાં તેઓએ જણાવ્યું હતું કે કમનસીબે, કળીયુગની આ વધતી જતી જરુરીયાતને પહોંચી વળવા સદભાવના વૃઘ્ધાશ્રમના નવા ભવનનું હાલ જ નિર્માણ થયું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના ૬૩માં જન્મ દિવસે સદભાવના વૃઘ્ધાશ્રમના વૃઘ્ધોને મીઠાઇ સાથે ભોજન કરાવીને શાલ ઓઢાડીને સન્માન સાથે સદભાના વૃઘ્ધાશ્રમના નવા બીલ્ડીંગ પીપળીયા ભવનમાં સદભાવના વૃઘ્ધાશ્રમના નવા બીલ્ડીંગમાં ગૃહ પ્રદેશ કરાવવામાં આવ્યો છે.

જેમાં ભોજનાલય, લાયબ્રેરી, ગાર્ડન વગેરે બનાવેલ છે. અત્રે દાખલ થયેલા વડીલોને ગમે તેવી ભયંકર બીમારી હોય તો પણ તેની સારામાં  સારી ખાનગી હોસ્૫િટલમાં સારવાર કરાવીને નવા કપડા, જમવા સાથે બે ટાઇમ ફ્રુટ અને દર અઠવાડીયે રૂા ૧૦૦  એટલે માસિક રૂા ૪૦૦ આપવામાં આવે છે. સાવર પથારીવશ વડીલો કે જેની સેવા ચાકરી કરવાવાળુ પણ કોઇ ન હોય, એકલવાયી – નિરાધાર હાલતમાં પોતાનું જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઇને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વડીલો માટે સદભાવના વૃઘ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરુ કરવામાં આવ્યો છે. આવા પથારીવશ વડીલોને પણ સદભાવના વૃઘ્ધાશ્રમ પોતાની ફરજના  ભાગરુપે નિ:શુલ્ક આશ્રય અપાઇ રહ્યો છે. યથાશકિત સેવા કરાઇ રહી છે. પોતાની આસપાસમાં કોઇ નિરાધાર કે નિ:સશાય, પથારીવશ વૃઘ્ધ વડિલ જોવા મળે તો તેમને સદભાવના વૃઘ્ધાશ્રમ સુધી પહોચાડવા જાહેર વિનંતી કરાઇ છે.

સદભાવના વૃઘ્ધાશ્રમ ‘પીપળીયા ભવન’ સદભાવના વૃઘ્ધાશ્રમ સ્વામીનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે ઓવરબ્રીઝની નીચે, ડી-માર્ટ વાળી શેરી, રાજકોટ મો. નં. ૮૫૩૦૧ ૩૮૦૦૧ (ર) સદભાવના વૃઘ્ધાશ્રમ, રામાપીર ચોકડીથી આગળ, ૧પ૦ ફુટ રીંગ રોડ રાજકોટનો સંપર્ક કરવા માનવ સેવા ટ્રસ્ટ (સદભાવના વૃઘ્ધાશ્રમ) ના પ્રમુખ વિજયભાઇ ડોબરીયાની યાદીમાં જણાવાયું છે. સદભાવના વૃઘ્ધાશ્રમ દ્વારા ચાલતી પ્રવૃતિઓ અંગે વિજયભાઇ ડોબરીયા, રાજેશભાઇ રુપાપરા, ધીરેન્દ્રભાઇ કાનાબાર, સુધીરભાઇ શાહ, રીંકુભાઇ ઠુંમર, દિનેશભાઇ પટેલ, કેતનભાઇ પટેલ, સ્નેહ ફાઉન્ડેશન રાજકોટ તેમજ પીપળીયા પરિવાર અને સેવાભાવીઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

વધુ માવતરોને સમાવી શકાય તે માટે વૃઘ્ધાશ્રમને જગ્યાની જરૂરીયાત

સદભાવનાના વૃઘ્ધાશ્રમમા હાલ ર૦૦ જેટલા વડિલો આશ્રય લઇ રહ્યાં છે. સાવ પથારીવશ વડીલોને પણ સદભાવના વૃઘ્ધાશ્રમમાં નિ:શુલ્ક  પ્રવેશ આપવામાં આવતો હોય સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી વધુને વધુ નિરાધાર વડિલો  આ સદભાવના વૃઘ્ધાશ્રમમાં પ્રવેશ ઇચ્છતા હોય છે. કમનસીબે, કળીયુગની આ વધતી જતી જરુરીયાતને પહોંચી વળવા સદભાવના વૃઘ્ધાશ્રમને વિશાળ પરીસરની જમીનની આવશ્યકતા છે. રાજકોટ શહેર કે આજુબાજુના ર૦ થી રપ કિલોમીટરના વિસ્તારમાં ભૂમિદાન કરવા ઇચ્છતા દાતાઓ, ટોકનદરે આ સત્કાર્ય માટે વેચાણમાં જમીન  આપવા માંગતા સદગૃહસ્થોને સદભાવના વૃઘ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઇ ડોબરીયા મો. નં. ૯૯૨૫૨ ૨૮૯૯૯ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. લાંબાગાળાની લીઝ ઉપર કે ટોકન ભાડા ઉપર કોઇ વિશાળ પરીસર, કે જમીન વધુ માવતરને સમાવવા માટે મળે તો તે પણ આવકાર્ય હોવાનું યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.