Abtak Media Google News

લમ્પીથી ગૌવંશનાં મોતનો સિલસિલો યથાવત

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે – અઢી મહિનાથી લમ્પી વાયરસ ફેલાઈ રહયો છે હજારો ગૌવંશના મોત થવા છતાં આ રોગ હજુ સંપૂર્ણ કાબુમાં નથી આવ્યો. મોતનો સિલસિલો યથાવત છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 27 પશુઓનાં મોત થયા હોવાનું પશુપાલન વિભાગે જાહેર કર્યું છે.

જિલ્લાનાં 595 ગામો માંથી 421 ગામને રોગચાળાનો ભરડો ફેલાયો છે. સાડા ત્રણ લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ હોવા છતાં હજુ લમ્પી રોગચાળાને સંપૂર્ણ  નિયંત્રણમાં લઈ શકાયો નથી. રાજકોટ જિલ્લામાં રોજ દસ  બાર પશુઓનાં મોત થઈ રહયા છે. આ સતાવાર આંક છે બીન સતાવાર આંક ધણો ઉંચો છે.

રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસનાં લક્ષણો વધુમાં વધુ પશુઓમાં જોવા મળી રહ્યો છે. આજે વધુ 139 પશુઓમાં આ લમ્પી રોગ જોવા મળતા કુલ 7049 પશુઓ રોગગ્રસ્ત બન્યા છે.રવિવારે 14 અને શનિવારે 13 પશુઓનાં મોત થયા હતા. અત્યાર સુધીમાં જિલ્લાનાં 595 ગામો માંથી 421 ગામોમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. લમ્પી વાયરસને અટકાવવા પશુ પાલન વિભાગ દ્વારા રસીકરણ સહિતની પ્રક્રિયા પુરજોશમાં ચાલુ હોવાં છતાં જિલ્લામાં પશુઓને આ લમ્પી વાયરસનો રોગ પીછો છોડતો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.