Abtak Media Google News

રાજકોટ અને વડોદરા વચ્ચે નવી વિમાની સેવા ટૂક સમયમાં શરૂ થવા જઇ રહી છે. રાજકોટથી સોમનાથ અને દ્વારકાની જેમ હવેથી વડોદરા સહિતના શહેરોમાં માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચી શકાશે.જેને કારણે લોકોના સમયની બચત થશે.વડોદરા જેવા શહેરમાં પોતાનું કામ પૂરું કરી લોકો એજ દિવસે પરત પણ ફરી શકશે.

રાજકોટ,સોમનાથ અને દ્વારકા રૂટ ઉપર લકઝરી ચાર્ટર પ્લેન સેવાને સારો પ્રતિસાદ મળ્યા બાદ ટી 3 એર કંપની વધુ એક હવાઈ સેવા લાવી રહી છે.જેમાં વડોદરા માત્ર હવે 30 મિનિટમાં પહોંચી શકાશે.20 નવેમ્બરથી રૂટ વચ્ચે લકઝરી પ્લેન ચાર્ટર સેવા શરૂ થશે. જે સોમવારથી શુક્રવાર કાર્યરત રહેશે. રાજકોટ વડોદરા ઉપરાંત રાજકોટથી સુરત, ભાવનગર અને ભુજના રૂટ ઉપર પણ લકઝરી પ્લેન ચાર્ટર સેવા શરૂ થશે.

વિમાની સેવામાં ઈન્ટર સ્ટોપની સુવિધા પણ ઉપલબ્ધ બનશે. એટલે કે બરોડાથી સુરત જવું હોય તો પણ જઈ શકાશે. વડોદરા સિવાય ઉપરોક્ત કોઈ પણ શહેરમાં પહોંચવા માટે 40 મિનિટથી વધુ સમય લાગશે નહીં. જો કે હાલના તબક્કે સમય કે ભાડું જાહેર કરવામાં નથી આવ્યું.જે હવે પછી જાહેર થશે. રાજકોટ હાલમાં સુરત સાથે વિમાની સેવાથી સંકળાયેલું છે. હવે વડોદરા સાથે પણ જોડાતા એવિએશન કનેક્ટિવિટીનો વધારો થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.