Abtak Media Google News

પાંચ વિકેટ મેળવી અનિકેત બાંભણીયાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો

ઉનાના ભીમપરામાં છેલ્લા કેટલાય દિવસથી નાના નાના ભુલકાઓની અન્ડર-૧૫ની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું રવિ મકવાણા, રવિ બાંભણીયા દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એવામાં એક જ દિવસમાં સેમી ફાઈનલમાં પણ ૯૯ રન ચેસ કરી અને મધુવન ઈલેવનની ટીમ વિજેતા જાહેર થયેલ.

ત્યારબાદ ફાઈનલમાં રામાપીર ઈલેવન અને મધુવન ઈલેવનની મેચમાં ૭૨ રન લક્ષ્યાંક અનિકેત (અન્ના) સંજયભાઈ બાંભણીયા પુરી ટીમને એકલા હાથે ઓલ આઉટ કરી અને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો અને બાંભણીયા પરીવારમાં તથા ભીમપરા વિસ્તારમાં ફટાકડા ફોડી અને ડી.જે.ના તાલ સાથે પાર્ટી મનાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.