Abtak Media Google News

બોલીવૂડના નિર્માતા મધુર ભંડારકરની ફિલ્મ ઈંદુ સરકાર આજે તેની નિયત તારીખે દેશભરનાં સિનેમાઘરોમાં રિલીઝ કરી દેવામાં આવી છે. આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવા સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દેતા ભંડારકરે રાહત અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે ફિલ્મ ઈંદુ સરકારને મનોરંજન નહી પણ રાજકીય ઉદેશથી બનાવાઈ હોવાનું જણાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની માગણી કરવામાં આવી હતી. પરંતુ બહુવિવાદિત આ ફિલ્મની રિલીઝ પર સ્ટે મૂકવાની અરજી સુપ્રીમે ફગાવી દીધી છે. ઈંદુ સરકાર ફિલ્મ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈંદિરાગાંધીએ ૧૯૭૫માં લાદેલી કટોકટીના વિવાદાસ્પદ મુદા પર બનાવાઈ છે. આ ફિલ્મમાં કૃતિ કુલ્હારી, નીલ નીતિન મુકેશ સહિતના કલાકારોએ અભિનયના ઓજસ પાથર્યા છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.