Abtak Media Google News

ઉંચી તાડ જેવી ઘઉં વર્ણી સુસ્મિતા સેન ૧૯૯૪માં બની હતી મિસ ઈન્ડિયા: એશ હતી ફર્સ્ટ રનર અપ.

રૂપ રૂપની અંબાર ઐશ્ર્ચર્યા રાય મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટ કેમ હારી ગઈ હતી ? ઉંચી તાડ જેવી ઘઉંવર્ણી સુસ્મિતા સેન ૧૯૯૪માં બની હતી મીસ ઈન્ડિયા એશ હતી ફર્સ્ટ રનર અપ. ઐશ્ર્વર્યા ત્યારે જાણીતી મોડેલ હતી આ ઉપરાંત જજોની તે ફેવરીટ હતી મોસ્ટ ફોટોજનિક ફેસ ફિગરનું ટાઈટલ તેણે જીતી લીધું હતુ પરંતુ અંતમાં સુસ્મિતા સેન અને ઐશ્ર્ચર્યા રાય વચ્ચે ટાઈ થઈ હતી. તેમને બંનેને ૯.૩૩ માર્કસ આવ્યા હતા. લકસ મિસ ઈન્ડિયા કે ફેમિના મસિ ઈન્ડિયામાં આવું પ્રથમવાર બન્યુ હતુ. જયારે ફાઈનલમાં ટાઈ થઈ હોય. ત્યારબાદ જજોએ ટોપ ફાઈવ ક્ધસ્ટેસ્ટન્ટને એશ અને સુશને ૫-૫ સવાલ પૂછવા જણાવાયું. આ ફાઈનલ કવેશ્ર્ચન આન્સર રાઉન્ડમાં પણ છેલ્લી ઘડી સુધી ઐશ્ર્ચર્યા આગળ હતી પરંતુ આદર્શ નારીના સવાલમાં ઐશ્ર્ચર્યાએ ઈંદિરા ગાંધીનું નામ લીધું અને સુસ્મિતાએ મધર ટેરેસાનું નામ લીધું તેમાં સુસ્મિતા મેદાન મારી ગઈ. ત્યારે ઐશ્ર્ચર્યા ખૂબ ઓછા માર્જિનથી હારી ગઈ હતી તેનું ઘણાને આશ્ર્ચર્ય થયું હતુ પરંતુ આ હકિકત છે આજે ઐશ્ર્ચર્યા બચ્ચન બહુ છે જયારે સુસ્મિતા એક ફિલ્મ થકી કમ બેક કરવાની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.