Abtak Media Google News

નેશનલ ન્યુઝ

વર્ષોના સંઘર્ષ અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે. આજે આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતમાં આ અવસરને દિવાળીની જેમ ઉજવ્યો છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પંડાલ, મહાઆરતી અને મહાપ્રસાદ વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સાથે સાથે અમદાવાદની મણિનગર વિધાનસભામાં રામધૂન અને મહાપ્રસાદ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, અમદાવાદ શહેર પ્રમુખ બીપીનભાઈ પટેલ, આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય ભરતકુમાર પંચાલ, મણીનગર વિધાનસભાના અધ્યક્ષ વિપુલભાઈ પટેલ, અમદાવાદ શહેરના ટ્રેડ વિંગ પ્રમુખ સુરેશ જેઠવાની સહિત પ્રદેશના તથા સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ ફ્રન્ટલ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં જાહેર જનતાએ મહાઆરતી અને પ્રસાદનો લાભ લીધો. આ દરમિયાન તમામ હાજર લોકોએ ગુજરાત અને દેશના કલ્યાણ માટે પ્રભુ શ્રી રામ સમક્ષ પ્રાર્થના કરી હતી.Whatsapp Image 2024 01 22 At 17.14.17 Ed8395E5

આમ આદમી પાર્ટીએ છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં પંડાલ, સુંદરકાંડ અને રામધૂનના કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને તેમાં પણ મોટી સંખ્યામાં પ્રભુ શ્રીરામમાં આસ્થા રાખવાવાળા લોકોએ હાજરી નોંધાવી હતી. ભગવાન શ્રીરામ સમગ્ર વિશ્વમાં આસ્થાનું પ્રતીક છે. આજે સમગ્ર દેશમાં રામરાજ્યની સ્થાપના થાય તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યું છે. આમ આદમી પાર્ટી ભગવાન શ્રીરામ પાસેથી પ્રેરણા લઈને હંમેશા લોકોની સેવા કરતી આવી છે. આમ આદમી પાર્ટી માને છે કે એક એવા રામરાજ્યની સ્થાપના થવી જોઈએ જ્યાં કોઈ ગરીબ ન રહે, તમામ બાળકોને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે, બેઘર લોકોને ઘર મળે, માતા બહેનોને સુરક્ષા મળે, તમામ લોકોનો ઈલાજ મફતમાં થાય અને સૌ કોઈનું સ્વાસ્થ સારું રહે અને સમાજના તમામ વર્ગના લોકોને સન્માન મળે અને બરાબરીનો અધિકાર મળે.

આમ આદમી પાર્ટી આ રીતના રામરાજ્યની સ્થાપના કરવા માટે સતત પ્રયત્નશીલ રહી છે અને દિલ્હી અને પંજાબમાં પ્રજા કલ્યાણના અનેક કામો કરીને રામરાજ્ય તરફ પ્રયાણ શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટી આજે દેશની સૌથી ઝડપથી આગળ વધતી પાર્ટી છે અને આશા રાખીએ છીએ કે ગુજરાતમાં પણ રામરાજ્યની સ્થાપના થાય અને 2027માં આમ આદમી પાર્ટી સત્તામાં આવીને ગુજરાતને એક સાચા અર્થમાં પ્રભુ શ્રીરામના આદર્શોનું એક રામરાજ્ય બનાવે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.