Abtak Media Google News

ભર શીયાળે ખંભાળાના આબાંના બગીચામાં કેરી તૈયાર થતાં પોરબંદરમાં પડયા મુહુર્તના સોદા

ફળોની મહારાણી કેસર ઉનાળામાં જ પાકે ઓ ઉકતી એ આગોતરા આંબાના તૈયાર થતી કેસરે ખોટી પાડી હોય તેમ પોરબંદરના ખંભાળા પંથકમાં તૈયાર થયેલી કેસરનું બીજા દિવસે પણ યાર્ડમાં આગમન થતા રૂ. 4000 ના એક બોકસના મોધા દામથી કેસરની હરરાજી થઇ હતી. સામાન્ય રીતે ફળોનો રાજા કેરી એ ઉનાળાની સીઝનનું ફળ છે અને તેની આવક માર્ચ મહિનાથી વધુ જોવા મળતી હોય છે. પરંતુ પોરબંદરના માકર્ેટિંગ યાર્ડ ખાતે ભર શિયાળે કેસર કેરીની આવક થતા આશ્ચર્ય સજર્ાયું છે. ખંભાળા પંથકમાં કેટલાક આંબામાં કેરી આવતા બે દિવસથી આ કેરીના બોકસનું વેચાણ યાર્ડ ખાતે થઈ રહ્રાું છે.

પોરબંદરમાં હજુ શિયાળાએ પણ પોતાનો અસલી રંગ બતાવ્યો નથી વાતાવરણ માં હજુ પણ ગરમી અને ઉકળાટ નો અનુભવ થાય છે. ઉનાળો હજુ ઘણો દુર છે પરંતુ ઉનાળાનું ફળ ગણાતી કેસર કેરીની આવક માકર્ેટિંગ યાર્ડ ખાતે થઇ છે. ત્યારે વષર્ો થી યાર્ડ માં  ફળો ના હોલસેલ વ્યવસાય સાથે સંકળાયેલા ખોડીયાર ટ્રેડર્સના કેતનભાઈ રાયચુરા એ  આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ખંભાળા પંથકમાં મોટી સંખ્યામાં કેરી ના વૃક્ષો છે અને અહીની કેરી વિદેશ માં પણ એક્સપોર્ટ થાય છે ત્યારે ચારેક  આંબા માં કેરી આવતા ખેડૂત દ્વારા યાર્ડ ખાતે લાવવામાં આવી હતી અને રૂપીયા 310 ની કિલો એટલે કે દસ કિલોના બોક્સના રૂપીયા 3100 લેખે તેની હરરાળ થઇ હતી

6 પેટી કેરી ની આવક થઇ હતી જ્યારે આજે બીજા દિવસે પણ 4 પેટી કેરી ની આવક થઇ હતી અને તે 4000 ની પેટી ના ભાવે વેચાઈ હતી.  હજુ મોટા ભાગના આંબામાં મોર  પણ નથી આવ્યા ત્યારે યાર્ડ ખાતે કેરી ની હરરાજી થતા ત્યાં આવેલા વિવિધ ગ્રાહકોમાં અને ધંધાથર્ીઓ માં પણ આશ્ચર્ય જોવા મળતું હતું. તો આ અંગે બાગાયત અધિકારી બી.એ. અડોદરીયા નો ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ એવું જણાવ્યું હતું કે મોટે ભાગે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી દરમિયાન આંબામાં ફલાવિરગ થતું હોય છે.

પરંતુ આ વખતે ચોમાસા બાદ છેûે પડેલા વરસાદ ઉપરાંત કલાયમેટ ચેન્જના કારણે તથા તૌકતે વાવાઝોડા બાદની અસરના કારણે  કેટલાક આંબામાં બે માસ અગાઉ જ ફલાવરીગ થયું હતું. દરિયાઈ પટ્ટીની ગરમ આબોહવા કેરી ને માફક આવતા અને સારી માવજત કરવામાં આવતા ખંભાળા ઉપરાંત હનુમાનગઢ  અને બિલેશ્વરમાં પણ કેટલાક આંબામાં ફલાવરીગ વહેલું જોવા મળ્યું છે  પોરબંદરમાં બે દિવસથી માર્કેટીંગ યાર્ડ ખાતે આ ખંભાળાની કેસર કેરીની આવક થઈ રહી છે, ત્યારે શહેરીજનોમાં પણ શિયાળામાં કેરીની વાત સાંભળી કુતુહલ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.