Abtak Media Google News

સરકારની ગાઈડલાઈનને અનુસરી, ફરજીયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાયું

ભગવાન ગણેશને વિઘ્નહર્તા, મંગલમૂર્તિ, લંબોદર વક્રતુંડ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. હાલ કોરોનાની મહામારીમાં ગણેશ મહોત્સવની સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં ઈ.સ.૧૯૩૦માં મહારાષ્ટ્ર મંડળની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે મહારાષ્ટ્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે સાદાઈથી પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવી રહી છે. જેમાં સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. તમામ દર્શનાર્થીઓએ આરતીમાં ફરજિયાત માસ્ક પહેરવું ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે છે. દરરોજ દુંદાળાદેવ ભગવાન ગણપતિજીને અલગ-અલગ નૈવધ-પ્રસાદી ધરવામાં આવે છે.

Advertisement

અબતક સાથેની વાતચીત દરમિયાન મહારાષ્ટ્ર મંડળના સેક્રેટરી એલ.ડી.વાધમારે એ જણાવ્યું હતું કે, અમે ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવની ઉજવણી ધામધુમથી કરીએ છીએ. બાપાની વાજતે-ગાજતે સ્થાપના કરી દરરોજ અનેક કાર્યક્રમો કરતા પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે અમે ગણેશ મહોત્સવની સાદાઈથી ઉજવણી કરીએ છીએ. અમે દર વર્ષે ઈકો ફ્રેન્ડલી ગણેશ ભગવાનની મૂર્તિની સ્થાપના કરીએ છીએ. દરરોજ ભગવાનની પૂજા-અર્ચના, આરતી કરતા સમયે માસ્ક પહેરીએ. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ છીએ. ભગવાન ગણપતિ પાસે એટલી જ પ્રાર્થના કરીએ કે આ કોરોનાની મહામારી ઝડપથી પૂર્ણ થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.