Abtak Media Google News

કેમ્પમાં ૨૦૪ પરિવારોને સ્થળ પર માઁ કાર્ડ કાઢી આપવામાં આવ્યા: બહોળી સંખ્યામાં પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત

મનપા દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં છેવાડાના માનવીને આરોગ્ય સેવા પુરી પાડવાના ઉદેશથી જ‚રતમંદ શહેરીજનો માટે તાજેતરમાં ગીત ગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગુરુ ગોવિંદસિંહ કોમ્યુનિટી હોલ, આમ્રપાલી ફાટક પાસે, રૈયા રોડ, રાજકોટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ માં વાત્સલ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતો.

Advertisement

આ કેમ્પમાં વિવિધ વિસ્તારના ૨૦૪ પરીવારોને સ્થળ પર જ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. આ કેમ્પનું ઉદઘાટન નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે દિપ પ્રાગટય કરી શુભારંભ કરાવવામાં આવ્યો હતો. તેમજ કાર્યક્રમની અધ્યક્ષતામાં મેયર બીનાબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પમાં મેયર બીનાબેન આચાર્ય તથા આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ માં કાર્ડ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ આ કેમ્પમાં મહેમાનોનું સ્વાગત પ્રવચન આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે મોહનભાઈ કુંડારીયા, કમલેશભાઈ મિરાણી, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભાનુબેન બાબરીયા, અંજલીબેન રૂપાણી, ઉદયભાઈ કાનગડ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કેમ્પમાં મુખ્ય મહેમાન ધનસુખભાઈ વોરા, સતીષભાઈ એસ.મહેતા (એમ.ડી.અબતક ન્યુઝ પેપર), ઈંદુભાઈ કોઠારી (એડવોકેટ જૈન ટ્રસ્ટી), શિરીષભાઈ બાટવીયા (જૈન ટ્રસ્ટી), રાજેનભાઈ બાંધણી (જૈન ટ્રસ્ટી), શશીભાઈ વોરા (વાઈસ પ્રેસીડેન્ટ) જૈન મોટા સંઘ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.