Abtak Media Google News

મહાત્મા ગાંધી ચેરી. ટ્રસ્ટ સંચાલીત વિવિધ પ્રાથમિક માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મહેંદી સ્પર્ધા, હેરસ્ટાઈલ સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, સાડી પરિધાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સંસ્થાના ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી તથા ટ્રસ્ટ સંચાલીત વિવિધ શાળાઓનાં આચાર્યોએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

વિવિધ સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે હિતેષભાઈ વાઘેલા, નેહાબેન પટેલ, બંસીબેન દફતરી, અસ્મિતાબેન પરમાર, દિશાબેન ટીંબડીયા, નિયતિબેન પાબારી, ખેરૂનાબેન તથા જીજ્ઞાબેન વિગેરેએ સેવાઓ આપી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાલબહાદૂર શાસ્ત્રી વિદ્યાલયનાં આચાર્ય પ્રજ્ઞેશભાઈ કુબાવત તથા સ્ટાફ પરિવારે કરેલ હતુ. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય, અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.