Abtak Media Google News

સૌરાષ્ટ્રની તમામ પાટીદાર તથા અન્ય સંસ્થાઓને સાથે રાખીને કામગીરી કરવાનો ટીમ વર્કનો સાચા અર્થમાં સરદાર ધામને લાભ મળશે

રાજકોટ શહેરનાં સહકારી ક્ષેત્રનાં સીનીયર એડવોકેટ અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ મહેન્દ્રભાઇ ફડદુની સરદારધામ અમદાવાદના સૌરાષ્ટ્ર ઝોનનાં ક્ધવીનર તરીકે ગગજીભાઇ સુતરીયા (પ્રમુખ સેવક) જશવંતભાઇ પટેલ (મહામંત્રી) એચ.એલ. પટેલ (આઇએએસ) સીઇઓ સરદાર ધામ અમદાવાદ દ્વારા નિમણૂંક કરવામાં આવેલ છે. મહેન્દ્ર ફડદુની સરદાર ધામ અમદાવાદનાં સારાષ્ટ્ર ઝોનના ક્ધવીનર તરીકે નિમણુંક થતાં વિવિધ સંસ્થાઓ દ્વારા તથા તેમના વિશાળ લોકચાહકો દ્વારા તેમના ઉપર શુભેચ્છાઓ પાઠવેલ છે.

Advertisement

સરદાર ધામ અમદાવાદ દ્વારા જાન્યુઆરીમાં ગ્લોબલ પાટીદાર બીઝનેસ સમીટનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવેલ છે, તેમાં રર દેશના પ્રતિનિધિઓ હાજરી આપશે. વડાપ્રધાન મોદી ઉદધાટન કરશે. પાટીદાર સમાજને એક કરવો, બીઝનેસમાં સહયોગી બનવું, નવા ઉઘોગ સાહસીકો તૈયાર કરવાનો ઘ્યેય છે. આ સમીટ એક લાખ ચોરસમીટર જગ્યામાં ૧૪ મોટા ડેમમાં જુદા જુદા સેકટરનાં પ્રદર્શનનું આયોજન કર્યુ છે. અને સાત લાખથી વધુ લોકો તેની મુલાકાત લ્યે તેવું પ્લાનીંગ છે અને રર હજારથી વિશેષ વ્યાપાર-ઉઘોગસાહસિકો ઉ૫સ્થિત રહેશે.

મહીલા ઉઘોગ સાહસીકોને સ્ટોલમાં ખાસ પ૦ ટકા વળતર અન્ય સમાજના ઉઘોગપતિઓને પણ ૧૦ ટકા સ્ટોલની ફાળવણી અને પાટીદાર ઉઘોગ રત્ન એવોર્ડ આપવા સહીતનું આયોજન સરદાર ધામ, ગાંધીનગર મુકામે કરી રહેલ છે. અમદાવાદમાં સરદારધામમાં ૧૦૦૦ બોયઝ અને ૧૦૦૦ ગર્લ્સ ઉમેદવારો રહી શકે તેવી હોસ્ટેલ થઇ રહેલ છે. મહેન્દ્રભાઇ ફડદુ પોતાના સાલસ સ્વભાવ, હકારાત્મક અભિગમ, નેતૃત્વશકિત અને સમાજસેવાની સદૈવ તત્પરતા અને આભિજાન્ય જેવા ગુણો થકી સમગ્ર પાટીદાર સમાજના હ્રદયમાં એક અનેરું સ્થાન ધરાવે છે. તેઓ કલમ યુવીના દ્રષ્ટીમંત એમ ડી તરીકે છેલ્લા અગિયાર વર્ષથી નવરાત્રી મહોત્સવનું સફળ, સુચારું અને સાત્વિક આયોજન કરેલ છે.

મહેન્દ્રભાઇ ફડદુ ઉમિયા ક્રેડીટ કો-ઓપ. સોસા.લી. રાજકોટના સ્થાપક એમડી છે અને તેમના ડિરેકટર તરીકેનું સુંદર માર્ગદર્શન સાથે આ સંસ્થામાં પાંચ હજાર થી વિશેષ સભાસદો કાર્યરત છે. તાજેતરમાં ઉમિયા માતાજી મંદીર સીદસર સંચાલીત ગોવાણી કુમાર છાત્રાલયમાં સેક્રેટરી તરીકે વરણી થયેલ છે તેમાં પ્રમુખ તરીકે અધિક કલેકટર જયેશ પટેલ, ઉપપ્રમુખ જયદીપભાઇ ગોવાણી અને ખજાનચી તરીકે ફાલ્કન ગ્રુપના જદીશભાઇ કોટડીયાની વરણી થયેલ છે. મહેન્દ્ર ફળદુ કલ્પતરુ ક્રેડીટ સોસાયટી ઉમિયા ક્રેડીટ સોસાયટી, કલ્પવૃક્ષ ક્રેડીટ સોસાયટી પટેલ સેવા સમાજ રાજકોટ સહીતની અનેક અગ્રગણ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને સેવા આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.