Abtak Media Google News

મહીસાગર સમાચાર

મહીસાગરના  ડુંગરપુર થી દાહોદ જતી એસ ટી બસ માંથી દારુ ઝડપાયો છે . સંતરામપુર પોલીસએ બાતમીના આધારે  ઇંગ્લિશ દારુ ઝડપી પાડયો છે . સ્કૂલ બેગની આડમાં  દારુની હેરાફેરી કરતા 8 ઇસમો ઝડપાયા છે.

સંતરામપુરના હરસિધ્ધિ મંદિર પાસે એસ ટી બસ ચેક કરતા આઠ ઇસમોની બેગ માંથી ઇંગ્લિશ દારુ મળી આવ્યો છે . વિધાર્થી બની સ્કૂલ બેગમાં દારુ લઈ આવતા આઠ ઇસમો ઝડપાયા છે . સંતરામપુર પોલીસએ 8 ઇસમો પાસેથી મોબાઈલ સહીત દારૂ 83,280 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી આગળની કાયૅવાહી હાથ ધરી છે .

સાગર ઝાલા

 

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.