મકર સંક્રાંતી બની ઘાતક: પતંગની દોરીથી 18 ઘવાયા

અગાસી પરથી નીચે પટકાતા બે બાળક સહિત ત્રણ ઘવાયા

 

અબતક,રાજકોટ

રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મકરસંક્રાંતિ ઘાતક બની હોઈ તેવા બનાવો પ્રકાશમાં આવ્યાછે. ખતરનાક માંજાના કારણે બાઈક સ્લીપ થવાના અને ગળા કપાવાનાં બનાવો સામે આવ્યાછે. ગઈકાલેમકરસંક્રાંતિના રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં 18 લોકોને બાઈક પર દોરો આડો પડતા બાઈક સ્લીપ થઈ અને ઈજાનાં બનાવોસામે આવ્યા છે. જયારે બે બાળકો સહિત ત્રણ લોકો ધાબા પરથી પડી જતા તેને ઈજા થતા સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મકરસંક્રાંતિના પર્વમાં કપાતી પતંગના કારણે બાઈક પર જતા લોકોને દોરો ગળેઆવી જતા બાઈક સ્લીપના બનાવો પ્રકાશમાં આવ્યા છે.જેમાં રાજકોટમાં બેડલા ગામ નજીક, શાપર વેરાવળમાં, ચોટીલા નજીક, મોરબી નજીક, રાજકોટ આરટીઓ નજીક અને આજીડેમ નજીક બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ભાવનગર રોડ પર નેમીશ સુરેશભાઈ સરવૈયા નામના યુવાનને બાઈક પર જતો હતો ત્યારે દોરો ગળામાંઆવી જતા બાઈક સ્લીપ થયું હતુ, જયારે આરટીઓ નજીક સંજયભાઈ વિનુભાઈ માંડલી નામના યુવાનનું બાઈક સ્લીપ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અટીકા ફાટક પાસે અજય વિજયભાઈ પરમારનું બાઈક સ્લીપ થતા તેને સારવારમાં ખસેડવામા આવ્યા છે. 80 ફૂટ રોડ નજીક હર્ષભાઈ ઘનશ્યામભાઈ જાદવને દોરી વચ્ચે આવતા તેનું બાઈક સ્લીપ થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.ગ્રામ્યમાં બેડલાગામ નજીક અજીતભાઈ અશોકભાઈ મકવાણાનું બાઈક સ્લીપ થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.જયારે શાપર-વેરાવળમાં અલ્પેશભાઈ વિજુડા અને વિજયભાઈ પારધીનું બાઈક સ્લીપ થતા તેને સારવાર અર્થે; સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જયારે અકસ્માતે અગાસી પરથી પડી જતા બે બાળકો સહિત ત્રણેક લોકોનેઈજા પહોચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં મોરબી હાઉસીંગમાં રહેતા સંદીપભાઈ મોહનભાઈ મૈયા નામના 12 વર્ષિય તરૂણ અગાસી પરથી નીચે પડી જતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. રાજકોટમાં રેલનગર વિસ્તારમાં અનીષભાઈ છાબડા નામનો 20 વર્ષિય યુવાન ધાબા પરથી પડી જતા ઈજા પહોચી હતી અને ગંજીવાડામાં સાત વર્ષનો બાળક હર્ષ બાબુભાઈ ધંધુકીયા સીડી પરથી નીચે પટકાતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

રાજકોટમાં પતંગ લૂંટવા જતા તરૂણનું ટ્રેનની ઠોકરે મોત

રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ પાસે ગઈકાલે તરૂણ પતંગ લૂટી રહ્યો હતો. ત્યારે પતંગ લૂંટતા રેલવે ટ્રેક પર આવી જતા તેનું ટ્રેન હડફેટે મોત નિપજયું છે. બનાવની જાણ પોલીસને થતા તેના મૃતદેહને પી.એમ. અર્થે સીવીલ હોસ્પિટલે ખસેડવામા આવ્યો હતો