Abtak Media Google News

મુંબઈના ડીજીએફટી એ.કે.ઝા. સમક્ષ નિકાસકારોની સમસ્યા રજુ કરતા રાજકોટ ચેમ્બરના પાર્થ ગણાત્રા

પ્રધાનમંત્રીના મેઈક ઈન ઈન્ડીયા કાર્યક્રમ અંતર્ગત ભારત દેશને વિશ્વનું મેન્યુફેકચરીંગ હબ બનાવવાનો નિર્ધાર રાખવામાં આવેલ છે પરંતુ વિદેશ વ્યાપાર નિતિ ૨૦૧૫-૨૦ અંતર્ગત પહેલા મળતો ૫ થી ૭ ટકા સુધીનો એમઈઆઈએસ લાભ હાલમાં ઘટીને ૨ થી ૩ ટકા સુધીનો જ મળે છે. જયારે ખેત-વિષયક ઉત્પાદનોને સદર લાભ ૫ ટકા મળે જ છે. રાજકોટના નવ હજારથી વધુ ઔધોગિક ઉત્પાદન કરતા એકમો ધરાવતું હોય અને પાંચ લાખ જેટલા કામદારોને પ્રત્યેક્ષ અને પરોક્ષ રોજગારી પુરુ પાડતું હોવા ઉપરાંત ચાર હજાર કરોડ જેવી માતબર નિકાસ ધરાવતું શહેર છે. આ સંજોગોમાં પૂર્વવત ૫ ટકા એમઈઆઈએસ અંતર્ગત મળતો લાભ યથાવત રાખવાની દાખલા-દલીલો તથા પુરાવાઓ સાથે રાજકોટ ચેમ્બરના પાર્થ ગણાત્રાએ રજુઆત કરેલ છે.

Advertisement

વિવિધ નિકાસકારો હાલમાં નિકાસિત માલની અસ્વીકૃતિ તથા નાણાકીય ચુકવણાના અસ્વીકાર સબબ ગંભીર મુસીબતોનો સામનો કરી રહ્યા છે. વિદેશ વ્યાપાર નીતિ અંતર્ગત ફરિયાદ નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે પરંતુ શિક્ષાત્મક પ્રક્રિયાના ખુબ જ નબળા અમલીકરણને કારણે નહિવત સફળતા મળેલ છે.જુઠા અને વિશ્વાસઘાત દાખવતા ગ્રાહકોને બ્લેક લિસ્ટડ કરવા પણ ભાર પૂર્વક રજુઆત કરવામાં આવી છે.

આમ ઉપરોકત મુદાઓની રજુઆતો ધ્યાને લઈ એ.કે.ઝા દ્વારા તેનું તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવાની ખાત્રી આપેલ તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.