Abtak Media Google News

શું તમને કીવી અને દ્રાક્ષ બંને ભાવે છે. પરંતુ બંનેને એક સાથે નથી ખાઇ શકતા…તો આ રીતે બનાવો કીવી દ્રાક્ષનો જ્યુસ અને મેળવો અનેક લાભ….ઉનાળામાં આકરા તાપમાં શરીરને ઠંડક આપવા કીવી અને દ્રાક્ષ બંને અક્સિર સાબિત થાય છે, તો આ રીતે તૈયાર કરો જ્યુસ.

સામગ્રી :

કીવી – ૮ નંગ

લીલી દ્રાક્ષ – ૨ કપ

સફરજન – ૧ નંગ

લીંબુનો રસ – ૧ ચમચી

જ્યુસ બનાવવાની રીત :

– બે નંગી કીવીને છીલી તેનાં બે-બે ઇંચનાં સર્કલ કટ કરો.

– બાકીનાં છ કીવીને જ્યુસની મદદથી, કીવી, દ્રાક્ષ અને સફરજનને એકરસ કરો.

– આ જ્યુસને એક બાઉલમાં કાઢી લ્યો અને તેમાં લીંબુનો રસ ઉમેરો.

– હવે એ જ્યુસને ગ્લાસમાં કાઢી તેમાં બરફનાં ટુકડા ઉમેર ચીલ્ડ જ્યુસ મહેમાનોને સર્વ કરી ઠંડકનો અહેસાસ કરાવો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.