Abtak Media Google News

વર્ષે ૯ કરોડ લોકો મેલેરિયાનો ભોગ બને છે તેમાંથી અંદાજે ૩૦ લાખ જેટલા મેલેરિયાગ્રસ્ત

દર્દીઓના મૃત્યુ નિપજે છે, ઝેરી મેલેરિયા અથવા સાદા મેલેરિયામાં શરૂઆતી ધોરણે

સારવાર ન મળે તો શ્વાસ લેવાની તકલીફ અને ગભરામણ જેવી સમસ્યા થઈ શકે છેે

‘વિશ્વ મેલેરિયા દિવસ’, સાલા એક મચ્છર…

મેલેરીયા એ પરજીવીથી થતો રોગ છે. આમ તો મચ્છરને આપણે સામાન્ય જંતુ માનીએ છીએ પરંતુ તે અતિ ગંભીર બીમારીઓ નોતરી શકે છે માટે જ એક હિન્દી ફિલ્મનો ડાયલોગ ફેમસ થયો હતો. ‘સાલા એક મચ્છર…’ મચ્છરને લઈને કેટલાક ગીતો બન્યા તો હાસ્ય કલાકારોએ પણ રોમાન્સના વિલન તરીકે મચ્છરને બિરુદ આપ્યું.

મચ્છર કેટલી ગંભીર બીમારીઓ ફેલાવી શકે તે તો કોઈ મેલેરીયાગ્રસ્ત દર્દીને પુછી જુઓ. મેલેરીયા પ્લાઝમોડીયમ નામના પરજીવીથી થતો રોગ છે. પ્લાઝમોડીયમ ચાર પ્રકારના હોય છે. એનોફીલીસ જાતીના માદા મચ્છરના કરડવાથી મેલેરીયા ફેલાય છે. આ મચ્છર ખાસ કરીને રાત્રીના સમયે કરડતા હોય છે. દર વર્ષે દુનિયાભરમાં આશરે ૯ કરોડ લોકો મેલેરીયાનો ભોગ બને છે. જેમાં આશરે ૩૦ લાખ મેલેરીયાગ્રસ્ત દર્દીઓ મૃત્યુ પામે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તા.૨૫ એપ્રીલના રોજ વિશ્વ મેલેરીયા દિવસ તરીકે ઉજવણી કરવાનું નકકી કર્યું છે. મેલેરીયા થાય અને થાય તો તેની સારવાર માટે સમય સુચકતા વાપરવી ખૂબ જરૂરી છે. મચ્છર તંદુરસ્ત વ્યકિતને કરડે તો તે વ્યકિતને ૧૦ થી ૧૪ દિવસ પછી મેલેરીયા થાય છે. અને તેના માટે સરકારી દવાખાના સામુહિક કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી મેલેરીયાની સારવાર મફત આપવામાં આવે છે. જેની સંપૂર્ણ સારવાર લેવી જોઈએ.

સરકાર દ્વારા મેલેરીયા મુકત ગુજરાત ૨૦૨૨ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. મેલેરીયા મચ્છરની ઉત્પતિ રોકવા તેમજ લોકોને માહિતગાર કરી આરોગ્ય લક્ષી હિત જળવાઈ રહે તે માટે જિલ્લા મેલેરીયા અધિકારીએ જણાવ્યું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સને ૨૦૦૮ થી ૨૫ એપ્રીલ વિશ્વ મેલેરીયા દિવસ તરીકે મનાવવામાં આવે છે. તા.૨૫ એપ્રીલ ૨૦૦૦ના રોજ ૪૪ આફ્રીકન દેશોનાં વડાઓએ મેલેરીયાની નાબુદી માટે અબુજા ઠરાવ પસાર કરી મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ ઘડી કાઢ્યો હતો.

તેની યાદમાં દર વર્ષે ૨૫ એપ્રીલે આફકન મેલેરીયા દિવસ તરીકે ૨૦૦૧ થી મનાવવાનુય શરૂ કરાયું હતુ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિશ્વ મેલેરીયા દિનની ઉજવણી પ્રતિવર્ષ ૨૫ એપ્રીલ ૨૦૦૫થી કરવામાં આવે છે. હાલ વિશ્વની અર્ધા ભાગની વસ્તી મેલેરીયા સંભવિત વિસ્તારમાં રહે છે દર વર્ષે ૨૨ કરોડ જેટલા લોકોને મેલેરીયા રોગ થાય છે. અને મલેરીયા રોગના કારણે લાખોની સંખ્યામાં લોકોના દર વર્ષે મૃત્યુ થાય છે. જેમાં પાંચ વર્ષથી નાના બાળકોની સંખ્યા વધુ છે.

મેલેરીયા એક વાહક જનિત સંક્રામણ રોગ છે. જે પ્રોટોઝોઆ પરજીવી દ્વારા ફેલાય છે. મેલેરીયા સૌથી પ્રચલીત સંક્રાંમક રાગેમાં એક છે.તથા ભયંકર જન સ્વાસ્થ્ય સમસ્યા છે. આ રોગ પ્લાઝમોડિયમ ગણના પ્રોયોઝોઆ પરજીવીના માધ્યમથી ફેલાય છે. મલેરીયાના ફેલાવાને રોકવા માટે ઘણ ઉપાય કરી શકાય છે.

મચ્છરદાની અને કીડા ભગાવવાવાળી દવાઓ મચ્છરના ડંખથી બચાવે છે. તો કીટનાટક દવાના છંટકાવ તથા સ્થિર જળના નિકાસીથી મચ્છરોનું નિયંત્રણ કરી શકાય છે. મેલેરીયાની રોકથામ માટે યધપિ ટીકા વેકિસન પર શોધ જારી છષ. પણ હજી સુધી કોઈ શોધાઈ નથી. પરંતુ સંક્રમણનો ઈલાજ કુનેન કે આર્ટિમીસિનિન જેવી મલેરીયારોધી દવાઓથી કરાય છે. યધપિ દવા પ્રતિરોધકતાના મામલા તેજીથી સામાન્ય થતા જાય છે.

જિલ્લા મેલેરીયા અધિકારીના જણાવ્યાનુસાર વિશ્વ મેલેરીયા દિનની ઉજવણી સંદર્ભે દરેક જિલ્લામાં તાલુકા કક્ષાએ વર્કશોપ, યોજાશે જેમાં મેલેરીયા રોગ વિશે જાણકારી આપવામા આવશે. જોખમી ગામોમાં લોકજાગૃતિ શિબિર યોજાશે. શાળાઓમાં બાળકોને મેલેરીયા રોગ અટકાયતી અંગે સમજ આપવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ફેરણી જુથ ચર્ચા કરવામાં આવશે. શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજી લોક જાગૃતી કેળવાશે. વાહક જન્ય રોગ અટકાયતી અંગે બેનર સાથે લોક જાગૃતિ કેળવાય તે હેતુસર શાળાઓમાં બાળકો તથા આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.