Abtak Media Google News

આજકાલ લોકોમાં મોલ-મલ્ટીપ્લેક્ષનો ક્રેઝ વધતો જાય છે ત્યારે આવા લોકોને શૌચાલયો કયાંય જો ગંદકી નજરે ચડે તો આ અંગે તુરંત જ સરકારને ફરિયાદ થઈ શકશે. આ અંગે ફીડબેંક આપવા માટેના ડીવાઈસ ટોઈલેટમાં આગામી દિવસોમાં લાગી જશે.સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત

અર્બન ડેવલપમેન્ટ મંત્રાલય દ્વારા દેશના ૧૨ રાજયોમાં દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતના સ્થળોએ સરકાર દ્વારા આ પ્રકારનાડીવાઈસ ખાનગી સ્થળો જેવા કે મોલ્સ, મલ્ટીપ્લેક્ષ, પેટ્રોલપંપ અને જિલ્લાના કેન્દ્રોમાં લગાડવામાં આવશે.

આ ડીવાઈસમાં ત્રણ બટન હશે. લીલુ, પીળુ અને લાલ જે લોકોની અભિવ્યકિતના આધારે ઉપયોગ કરી શકાશે. દા.ત. સ્માઈલી વાળુ લીલુ બટન અને ઉબકા વાળુ લાલ બટન લોકો જાતે દબાવીને વ્યકત કરી શકશે.

વારંવારના નકારાત્મક પ્રતિભાવ આપતા બટન દબાવવામાં આવ્યા હશે તો સરકાર દ્વારા તેમને સુધારો કરવાની સુચના આપતો એસ.એમ.એસ. મોકલવામાં આવશે. અર્બન મિનીસ્ટ્રી દ્વારા સત્વરે આ ડિવાઈસ ફીટ કરવામાં આવશે અને તે અંગેના ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ આઈટીઆઈમાં વિચારણા હેઠળ છે. આ ફીડબેંક ડિવાઈસ માટે ‚ા.૯૪૫ દર મહિને ડીવાઈસ દીઠ વસુલવામાં આવશે. સ્થાનિક પ્રશાસન દ્વારા તેમના ખર્ચને કેપેસીટી બિલ્ડીંગ ફંડ તરીકે આવરી લેવાનું વિચારણા હેઠળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.