Abtak Media Google News

પ.બંગાળમાં કેન્દ્રને સમાંતર ઘણી યોજનાઓ ચાલે છે

‘મોદી કે, દીદી કેર’… ‘મોદી કેર’ની અમલવારી કરવામાં મમતા બેનરજીનું પ. બંગાળ પ્રથમ રાજય બન્યું છે. યુનિયન બજેટ ૨૦૧૮માં નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ ‘મોદી કેર’ જાહેર કરવામાં આવી છે. ‘મોદી કેર’ સંપૂર્ણ પણે પ. બંગાળમાં અપનાવવા/ લાગુ કરવા મંગળવારે મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઘોષણા કરી હતી. ‘મોદી કેર’ યોજના મુજબ નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્ક્રીમમાં ૪૦% ભંડોળ કેન્દ્ર સરકાર રાજય સરકારોને આપશે.

અહી ખાસ ઉલ્લેખનીય છે કે ‘મોદી કેર’ પાછળ દર વર્ષે રૂપિયા ૫૫૦૦થી ૬૦૦૦ કરોડ વાપરવામાં આવશે જે પૈકી કેન્દ્ર ૨૦૦૦ કરોડની જવાબદારી નિભાવશે જો કે બંગાળમાં લાભાર્થી ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે મમતા સરકારે હોસ્પિટલાઈજેશન અને ટ્રીટમેન્ટ નિ:શુલ્ક કરી દીધું છે. બંગાળમાં ‘સ્વાસ્થ્ય સાથી પ્રોગ્રામ’ હેઠળ આણરે ૫૦ લાખ લોકો તેનો લાભ લ્યે છે. લોકોને હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. અહી બેટી બચાવો અભિયાનની જેમ ક્ધયાશ્રી પ્રોજેકટ, કૃષિ લક્ષી યોજના, ખેડૂતોને લોન માફી યોજના પેન્શનયોજના વિગેરે યોજનાઓ કેન્દ્રની સમાંતર રીતે ચાલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.