Abtak Media Google News

ગુજરાત એસ.ટી નિગમના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનૉ નિકાલ કરવા આજ રૉજ માણાવદર નગરપાલિકાના સદસ્ય જગમાલભાઇ હુંબલ દ્વારા માણાવદર મામલતદાર વાય.પી.જૉષીને એક આવેદનપત્ર પાઠવ્યું હતુ આ આવેદનપત્રમાં જણાવ્યું હતુ કે ગુજરાત એસ. ટી. નિગમમાં કુનેહ પુર્વક તથા સમયની પરવા કર્યો વિના પુરા ખંતથી લૉકૉની સુવિધા જાળવવા સતત કાર્યદક્ષ રહેલા ડ્રાઈવરૉ તથા કન્ડક્ટરૉના તથા અન્ય કર્મચારીઓના ધણા લાંબા સમયથી હક હીતના પ્રશ્નો ઉકેલ્યા વગર પડતર પંડયા છે.

તેમા પણ ખાસ કરીને કંડકટરો તથા ડ્રાઈવરૉએ ઉતારૂઓના હદય સમા ગણાય છે તેમની મહેનત સામે તેઑને મળતું વેતન મામુલી છે રાત દિવસ શિયાળૉ , ઉનાળો , ચૉમાસુ ગણાકાર્યા વિના પરીવારથી દુર દુર રહીને તેઑ જે સેવાઑ આપે છે તે સેવા ઑફીસમાં બેસીને કામ કરી રહેલા કર્મચારી , અધિકારીની તુલનામાં અનેક ગણી વિશેષ સેવા ગણી શકાય આ કર્મચારીઓની સેવાને બદલે તેમને જે વેતન ચુકવાય છે તે સાવ નજીવું તેમની સેવા વર્ગ – 3 માં ગણાય છે પરંતુ નિગમ તેમને ચૉથા વર્ગના જ પગાર ચુકવે છે જે યૉગ્ય ન ગણાય આટલૉ પગાર એટલે કે કાયમી કર્મચારીને રૂ . 14440 પગાર અપાય છે જેની સામે આટલી ફરજનૉ પગાર તૉ અન્ય કૉઇ ખાતામાં વીસ હજાર જેટલૉ અપાય છે.

ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવા કે નિગમના ફિક્સ પગારદારૉને સરકારના ધારાધોરણ મુજબનૉ પગાર ચુકવાતૉ નથી ડ્રાઈવરૉ તથા કંડક્ટરૉને પણ સરકારના નિયમ પ્રમાણેનૉ જ પગાર ચુકવાયતૉ કારમી મૉંધવારીમાં તેનું ગુજરાન આસાનીથી ચાલી શકે નિગમના કર્મચારીઓને ગ્રામ્ય વિસ્તારૉમાં વધારે આંટા ફેરા દ્વારા બસ દૉડાવી પડે છે રાતવાસો પણ ગામડામાં જ કરવૉ પડે છે તેને ભથ્થા પેટે માત્ર રૂ .10 અપાય છે જે હાંસી પાત્ર છે. કર્મચારીઓને સરકારે આપેલ વાયદામાં વચન મુજબ ત્વરીતથી સાતમુ પગાર પંચ મંજૂર કરી તેમની સેવાની કદર કરવી જૉઇએ આવા વિવિધ પ્રશ્નૉને લઈને આજે માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.