Abtak Media Google News

નાયબ કલેકટર દ્વારા આગામી દિવસોમાં પગલા લેવાશે

શહેરની ગોંડલ રોડ સ્થિત પી.ડી.માલવીયા કોલેજને સરકાર દ્વારા સાંસ્કૃતિક શિક્ષણ સમાજ ટ્રસ્ટને ૧૯૬૧ની સાલમાં શૈક્ષણિક હેતુ માટે રાજકોટના રે.સ.નં.૩૮૨ પૈકીની જમીન એકર ૧૧-૦૮ ગુંઠા આપવામાં આવી હતી અને સરકાર દ્વારા આ જમીન માત્ર કોમર્સ કોલેજના હેતુ માટે આપવામાં આવેલી હતી.

વસંતભાઈના શંકાસ્પદ મૃત્યુબાદ બની બેઠેલા ટ્રસ્ટીઓએ સરકાર દ્વારા આપવામાં આવેલી જમીનનો વ્યવસાયિક ઉપયોગ કરી કાયમી બેઠી આવક ઉભી કરતા પી.ડી.માલવીયા કોલેજના કોમ્પ્યુટર પ્રોગ્રામર સંજય પંડયાએ કલેકટરને અરજી કરતા કલેકટરે આ તપાસ ડેપ્યુટી કલેકટર, પ્રાંત-૧ને સોંપેલી. જેમાં જમીનમાં શરતભંગ થાય છે કે કેમ તેનો વિગતવાર અહેવાલ દક્ષિણ મામલતદાર કચેરી પાસે માંગતા મામલતદારે પી.ડી.માલવીયા કોલેજવાળી જમીનમાં વ્યવસાયિક એકમો, સ્કુલો, બેંક, હોસ્ટેલ, હેર પાર્લર વિગેરે ધમધમતા હોવાથી સ્પષ્ટ રીતે શરતભંગ થતો હોવાનો રીપોર્ટ મામલતદારને ડેપ્યુટી કલેકટરે મોકલી આપેલો છે.

જેમાં તપાસમાં કોલેજની જમીનમાં ૧૦-૧૨ મિલકતો લાંબા સમયથી ભાડે આપી તેની આવક મેળવાતી હોવાનું ખુલેલ છે. તેથી ડેપ્યુટી કલેકટર શરતભંગ અંગેની નોટિસો સાંસ્કૃતિક શિક્ષણ સમાજ ટ્રસ્ટને ટુંક સમયમાં ઈસ્યુ કરશે તેવી ચર્ચા કાયદાવિદોમાં ચર્ચાઈ રહી છે. હાલમાં જ નવા ટ્રસ્ટીઓની નિમણુક થયેલી હોય અને સ્પષ્ટ રીતે શરતભંગનો અભિપ્રાય આવેલો હોય જેથી ભવિષ્યમાં સરકાર સદર જમીન ખાલસા કરી પોતાના હસ્તક લેશે કે કેમ ? અને વર્ષોથી સાંસ્કૃતિક શિક્ષણ સમાજ ટ્રસ્ટે કરોડો ‚પિયાનો આર્થિક લાભ મેળવેલો છે તે સરકાર વસુલ કરશે કે કેમ તે અંગે ચર્ચાઈ રહ્યું છે.

આ કેસમાં મુળ ફરિયાદી સંજય સુરેશચંદ્ર પંડયાવતી એડવોકેટ સી.એચ.પટેલ, કરણસિંહ ડાભી, પ્રતિક રાજયગુરુ અને પાર્થ પીઠડીયા રોકાયેલા છે.

 (Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.