Abtak Media Google News

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ તથા  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીને વધુ એક સિદ્ધિ સાંપડી છે. તાજેતરમાં તેમણે NCA બેંગ્લોર ખાતે BCCI અને કોચ એજ્યુકેશન મેટનું પ્રથમ ચરણ પૂર્ણ કર્યું  છે.

Advertisement

નોંધનીય છે કે,સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી ક્રિકેટ ક્ષેત્રે કાંઠુ કાઢનાર નામાંકિત ખેલાડીઓને જ BCCI/NCA ખાતે રીફર કરવામાં આવે છે. ત્યારે પોતાની કાબેલિયત બદલ નિશાંત જાનીને પણ આ અભાયસ માટે મોકલવામા આવ્યા હતા. જેમાં કુલ 7 દિવસની તાલીમ હતી. જે પૈકી 5 દિવસ સુધી ઓનલાઇન તાલીમ પ્રદાન કરવામાં આવી હતી. જેમાં બેટિંગ વિભાગ આરએક્સ મુરલી, બોલીંગ અને બેટીંગ વિભાગમાં હિતેશ ગોસ્વામીએ તાલીમ પ્રદાન કરી હતી.

જયારે અંતિમ બે દિવસ દરમિયાન  બેંગ્લોર ખાતે BCCI/NCAની સંસ્થા દ્વારા ક્રિકેટના ધૂરંધરો દ્વારા ઓફલાઈન તાલીમ અપાઈ હતી, જેમાંઅપૂર્વ દેસાઈ (બેટીંગ વિભાગ), સંજય (બોલીંગ વિભાગ) અને આરતી સંકરણ (ફિલ્ડીંગ અને વિકેટ કીપીંગ) દ્વારા પ્રેક્ટિકલ તાલીમ અપાઈ હતી. જે બાદ તાલીમ પ્રાપ્ત કરનાર દરેક કોચ દ્વારા તેમણે કેટલું જ્ઞાન ગ્રહણ કર્યું એ અંગે એક પ્રેઝન્ટેશન મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીડિયો અને સેશન પ્લાન્સ તેમાજ ત્યા બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ અંગેના પ્રશ્નો ફેકલ્ટી દ્વારા પૂછવામાં આવ્યા હતા અને તેના પરથી જ તાલીમ લેનાર કોચને માર્ક્સ પ્રદાન કરવામાં આવે છે તેવું નિશાંત જાનીએ જણાવ્યું હતું.

આ તાલીમ દરમિયાન નિશાંત જાની NCAના હેડ કોચ વી.વી.એસ લક્ષ્મણ, બેટિંગ કોચ અપૂર્વ દેસાઈ, ટ્રોય કોલી બોલિંગ કોચ સુજીત સોમસુંદર (ભૂતપૂર્વ ભારતીય ખેલાડી)ને મળ્યા હતા. આ ઉપરાંત ઇન્ડિયન ટીમના વર્તમાન ખેલાડીઓ દીપક ચહર, પ્રસીદ કૃષ્ણને મળ્યા હતા અને ક્રિકેટ અંગેની મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.

આ તકે નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને મોરબી જીલ્લા ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ કાંતિભાઈ અમૃતિયાનો સતત પ્રેરક માર્ગદર્શન આપવા બદલ તેમનો પણ આભાર માનીને કૃતજ્ઞતા લાગણી વ્યક્ત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.