Abtak Media Google News

ખેલૈયાઓને લાખેણા ઈનામોથી કરાયા પ્રોત્સાહિત

નાગર બોર્ડીંગમાં ચાલી રહેલા કનૈયાનંદ રાસોત્સવમાં લગભગ એક હજાર જેટલા બાળ ખેલૈયાઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા છે.ત્યારે ગત તા.૩ને શનિવારે કનૈયાનંદ રાસોત્સવ નિહાળવા માટે ઉદ્યોગપતિ નાથાભાઈ કાલરીયા, વિક્રમભાઈ જૈન, વિનોદભાઈ ઉદાણી, હરેશભાઈ લાખાણી, રેશ્માબેન સોલંકી તથા રવિવારે કાનાભાઈ બાટવા, દિનેશભાઈ વિરાણી, ગુણવંતભાઈ ભટ્ટ, વિજયભાઈ કારીયા, કિરણભાઈ બાટવીયા, વિનુભાઈ ડેલાવાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisement

કનૈયાનંદ રાસોત્સવમાંવિજેતા બાળકોને રંજનબેન ડેલાવાળા અને ચંદાબેન ડેલાવાળા તેમજ અન્ય મહાનુભાવોનાં હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા. ઈનામોમાટે ડબલ સેવન ગ્રીન મસાલા, બાન લેબ, એન્જલ પંપ, વડાલીયા ફૂડસ વગેરેનો સહયોગ મળી રહ્યો છે. આ રાસોત્સવમાંમનહર ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝીકલ મેલોડી કલર્સના કલાકારો જમાવટ કરી હતી.

આ ઉપરાંત રાસોત્સવમાં તા.૧૬ને મંગળવારે મુખ્ય મહેમાન તરીકે અભયભાઈ ભારદ્વાજ, નરેન્દ્રભાઈ દવે, ધનસુખભાઈ વોરા, કિરીટભાઈ આદ્રોજા,કરશનભાઈ પટેલ, રમેશભાઈ ઠકકર, બલરામમીણા, ડો. રવિ મોહન સૈની, સુનિલભાઈ ઘેડીયા, મિલનભાઈ કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

કનૈયાનંદ રાસોત્સવમાં દરરોજ વેલડ્રેસ તથા સા‚ રમનાર ૪૦ થી વધુ બાળકોને લાખેણા ઈનામ આપવામાં આવે છે. આ ઈનામો વિનોદભાઈ ઉદાણી, હરેશભાઈ લાખાણી, બાન લેબ્સ કાૃ. ૭૭ ગ્રીન મસાલા રાધે ગ્રુપ ઓફ એનર્જી એન્જલ પંપ, ચોકોડેન તરફથીગીફટ વાઉચર તેમજ જીતુભાઈ પી. પટેલ અને વડાલીયા ગ્રુપ હાઈ બોન્ડ સીમેન્ટ તથા રેશ્માબેન સોલંકી તરફથી અપાશે. તેમજ નાગર બોર્ડીંગનાં પ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડાનો પણ સહયોગ મળી રહ્યો છે. આ ઉપરાંત વિનોદભાઈ ઉદાણીનો પણ ખાસ સહયોગ મળીરહ્યો છે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબનાં પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શિવલાલભાઈ રામાણી, મનસુખભાઈ ધંધુકીયા, ડો.હેમાંગભાઈ વસાવડા, કિરીટભાઈ આડેસરા, શૈલેષભાઈ શેઠ, ઘનશ્યામભાઈ પરસાણા, નિતિનભાઈ ગોંડલીયા, વલ્લભભાઈ ગોંડલીયા ઉપરાંત જયનીબેન રાવલ અલ્કાબેન કામદાર, ગીતાબેનહિરાણી, જશુમતીબેન વસાણી, શિતલબેન ડાંગર, રમાબેન પરમાર, દિપ્તીબેન સંચાણીયા, મુસ્કાનબેન સાડેકા, હેમાંગીબેન બજાણીયા, ઈલાબેન નકુમ તથા કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.