Abtak Media Google News

કોરોના મહામારીમાં 81,000 લોકોની કાઉન્સિલિંગ કરાયું,જેમાં 500-700 જેટલા અંધશ્રદ્ધાના કિસ્સા: વેક્સિનેશન જાગૃતિ દરમિયાન મનોવિજ્ઞાન ભવનની કામગીરી કાબિલેદાદ રહી

અબતક, રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા અંધશ્રદ્ધા નિવારણ અંગે જાગૃતિ લાવવા માટેનું નાટક તૈયાર કરવામાં આવ્યું છે જે નાટકનો ઉદેશ્ય સમાજમાં ફેલાતી અંધશ્રદ્ધા ને સૌ સાથે મળીને દૂર કરવાનો છે તેમજ કોરોના મહામારી દરમ્યાન કોઈ પણ વ્યક્તિ ના માનસ પર કાંઈ અસર હોઈ તો તેને યોગ્ય ડોક્ટર પાસે સારવાર તેમજ મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સિલિંગ કરાવી તેને સ્વસ્થ કરાવવાનો છે.આપણો દેશ એટલે આધ્યાત્મિકતા અને ધર્મિકતામાં માનતો દેશ. શ્રદ્ધા દરેક વ્યક્તિમાં યેનકેન પ્રકારે હોતીજ હોય છે  પરંતુ જ્યાં તર્ક નથી, જ્યાં વાસ્તવિકતા  નથી એવી ખોટી માન્યતાઓ અંધશ્રદ્ધા તરીકે વિકસિત થતી હોય છે.

Screenshot 2 39

આ અંધશ્રદ્ધા સમાજના વિકાસમાં બધારૂપ થતી હોય છે. લોકો પોતાનું જીવન ધોરણ ઉંચુ નથી લાવતા પણ અંધશ્રદ્ધાને કારણે માનતા, ડાકલા, નિવેદ જેવા નુસખા પાછળ પોતાની રોજી -રોટી  દાવમાં મૂકીને ખર્ચો કરતા હોય છે.આપણે સમાજ બદલવાની બુમરાણ મચાવીએ છીએ પણ સમજ બદલવાની આપણી તૈયારી નથી. ફેશન પ્રમાણે વસ્ત્રો બદલીએ છીએ પણ વખત પ્રમાણે વિચારો બદલતાં નથી. એક તરફ કમ્પ્યુટરની મદદ વડે હૃદયમાં પેસમેકર બેસાડીએ છીએ; તો બીજી તરફ એ જ કમ્પ્યુટરથી જન્મ કુંડળી કાઢીએ છીએ અને ઈન્ટરનેટ દ્વારા ગ્રહોના નંગવાળી વીટી મંગાવીએ છીએ.પૂજન અર્ચન જરૂરી છે જેને આપણે શ્રદ્ધા કહીશું અને જો પૂજન નહિ કરવામાં આવે તો વસાવેલ વસ્તુ આપણને યોગ્ય વળતર નહિ આપે એ અંધશ્રદ્ધા કહીશું અને આમાં વર્તનાર મહામાનવોને આપણે ક્રમશ: શ્રદ્ધાળુ અને અંધશ્રદ્ધાળુ માં વિભાજીત કરેલ છે.

મનોવિજ્ઞાન ભવનમાં આવેલા અંધશ્રદ્ધાના કેસ

પહેલો કેસ : કોરોના કાળ દરમિયાન એક બેનનો ફોન આવેલ કે મારાં સાસુ રોજ સાંજે ધૂણે છે અને હું કોરોના માતાજી છું એમ કહે છે તેઓ ધૂણે ત્યારે આજુબાજુના લોકો ભેગા થાય છે. સરકારે લોકડાઉન કરેલ છે પણ મારાં ઘરે તો રોજ 40-50 માણસો ભેગા થાય છે. હું મારાં સાસુને ભેગા કરવાની ના પાડું છું તો તેઓ ધૂણીને મને કહે છે કે નાસ્તિક તને હું દસ દિવસ મા ભરખી જઈશ શું તેઓ મને સાચે કોરોનાથી મારી નાખશે?

Screenshot 4 40

બીજો કેસ : જાન્યુઆરી 2021 માં રાજકોટ નજીક એક ગામડાનો કેસ આવેલ.એક દસ-બાર વર્ષનો બાળક એક ડોશીમાંથી ડરી ગયેલ તે બાળક નું કહેવું હતું કે બપોરે માજીની પાસે થી આગ નીકળતી હતી જરૂર તેઓ ડાકણ છે અને મને મારી નાખશે . આ કેસના કાઉન્સિલગ માટે મનોવિજ્ઞાન ભવનની ટીમ ગામડે ગયેલ. બાળક પાસે થી વિગતો મેળવી તો માલૂમ પડેલ કે બાળક બપોરે પતંગ ચગાવવા અગાસી ઉપર ચડેલ એ દરમ્યાન ડોશીમાં ઘરનો કચરો ફેંકવા બહાર નીકળેલ અને એક ગોલ્ડન કલરની ચળકાટ વાળી પતંગ ડોશીમાંએ કચરા માંથી લીધી અને તેના ચળકાટથી બાળકને એમ લાગેલું કે ખુબ જ તેજ કે આગ ડોશીમાં પાસેથી આવે છે તે જોઈને તે અતિ ગભરાય ગયેલ . જેને ભ્રમ તરીકે મનોવિજ્ઞાનમાં ઓળખવામાં આવે છે . બે વખતના કાઉન્સિલગથી તે બાળક નો ભય દૂર થયેલ.

અંધશ્રદ્ધા પાછળના શું છે કારણો ?

* અજ્ઞાનતા                        * નિમ્ન આર્થિક દરજ્જો

* માહિતીનો અભાવ           *ખોટું સામાજીકરણ             

* ખોટા પ્રચાર પ્રસારો         * શિક્ષણનો અભાવ

* રૂઢિગત માન્યતાઓ         * અનુકરણ

* પરંપરા અને લોકરીતિઓ   * સંસ્કૃતિગત માન્યતાઓ

અંધશ્રદ્ધા નિવારવાના આ રહ્યા ઉપાય    

1)અંધશ્રદ્ધા માણસને વિવેકબુદ્ધિ વગરનો ફેંસલો લેવડાવે છે.માટે તર્ક થી વિચારવું જોઈએ.

2)શ્રદ્ધા એ અંધ શ્રદ્ધાનું રૂપાળું નામ છે, આંખો બંધ કરીને પ્રાર્થના કરો કે પંખો ચાલુ થાય, એ શક્ય બને ખરું?  એના માટે તો સ્વિચ દબાવવી પડે.

3)વાસ્તવિક બનવું ખુબ જરૂરી છે.

4)શિક્ષણ નું સ્તર વધારવું જોઈએ.

5)આજે માણસ જ્ઞાન માહિતી અને સમજણના ખૂબ આગળ વધેલો છે તો ખોટી કોઈ લાલચ કે મોહમાં ફસાવવાની જરૂર નથી.જો આવી કોઈ ઘટના ઘટતી હોય તો નજીકના સગા સબંધી કેમ કુટુંબમાં વાતચીત કરી સલાહ લઇ શકાય છે જેથી આર્થિક ફટકો પડતો અટકી શકે.

6)મનોનાટક દ્વારા જાગૃતિ લાવી શકાય.

7)સમાજ માં પ્રતિષ્ઠિત વ્યક્તિ જાણે અજાણે આવી બાબતોનો પ્રચાર  ના થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

8) અંધશ્રદ્ધા ફેલાવનાર પ્રત્યે તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ

9)અંધશ્રદ્ધા બાબતે જાગૃતિ કાર્યક્રમો કરવા જોઇએ

10) આવુ કૃત્ય થતુ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી

11) શિક્ષણનુ પ્રમાણ વધારવું નિરક્ષરતા નાબુદી – શિક્ષણ એ

છે.  તેનાથી વ્યક્તિની વૈચારિક શક્તિ વધે છે.

12) વિજ્ઞાનનો પ્રચાર – વહેમ – અંધશ્રદ્ધા દૂર કરવા માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિક પ્રયોગોથી સમજાવી શકાય.

13)સામાજિક આંદોલન – અંધશ્રદ્ધા ભગાડો દેશ બચાવો જેવા પ્રોગ્રામ થવા જોઇએ.

 

નાટકમાં વિવિધ પાત્ર ભજવનાર મનોવિજ્ઞાનભવનની વિદ્યાર્થીનીઓ

 

તાંત્રિક: ભટ્ટ વિરાજ, ઝાપડિયા રંજન, લૈયા મયુરી

વિયોજિત ઓળખ વિકૃતિ રોગી: કર્તવી ભટ્ટ                    સ્કીઝોફ્રેનિયા રોગી: લોઢિયા શિતલ

મૂડ ડિસઓર્ડર રોગી: નકુમ આરતી Vlcsnap 2022 02 16 08H33M44S377

વૃદ્ધ સાસુ: ડાંગર ઊર્મિલા

વહુ: સવાડિયા માનસી

બાળકો: પંડ્યા શ્રદ્ધા અને રેહાના પઠાણ

માતા: ચૌહાણ માયા

સાયકોલોજીસ્ટ: નિશા પુરોહિત                                     સાયકીયાટ્રિકટ: ઝાખનિયા ધારીતા

પોલીસ: રાણવા દિલીપ, મેવાડા સોનલ, આઠું હિના             જાગૃત વિદ્યાર્થીની: મોર ભારતી

પંચાયતિ પાડોશી: દશાડીયા રીંકલ

વેક્સિનેશન જાગૃતિ માટે મનોવિજ્ઞાન ભવન ગામડે ગામડે પહોંચ્યું

મનોવિજ્ઞાન ભવનની ટીમ વેક્સીનશન જાગૃતિ માટે જયારે રાજકોટ જિલ્લાના ગામડે ગામડે ગઈ હતી ત્યારે ત્યાં વેક્સીનેશન  ન કરાવવા પાછળ અંધશ્રદ્ધા મુખ્ય જવાબદાર લાગેલ. મનોવિજ્ઞાન ભવનની ટીમે કોરોના કાળમા 81000  થી વધુ લોકો નું કાઉન્સેલિંગ કરેલ તેમાં 500 થી 700 તો અંધશ્રદ્ધાના કેસ હશે. આપણે ભૌતિક રીતે વિકસ્યા છીએ પણ માનસિકતા હજુ બિલાડી, સર્પ અને કરોળિયા જેમ અંધશ્રદ્ધાથી ઘેરાયેલી. આપણે જાહેરમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ બોલીએ છીએ પરંતુ હૈયામાં હજુ અગણિત અંધશ્રદ્ધાના પોટલાં  ભરેલા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.